
વિજાપુર જેપૂર ગામે શ્રી મહાકાળી માતાજી નો શત રજત જયંતી કાર્યક્રમ યોજાયો
સંસદ સભ્ય ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો એ આપી હાજરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના જેપુર ગામે શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ અને સમસ્ત ગામ દ્વારા શ્રી મહાકાળી ધામ પરિસરમાં શતરજત જયંતી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત ૫૧ કુંડી શતચંડી મહાયજ્ઞની હવન યજ્ઞ નો ત્રી દિવસીય કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમા સંસદ સભ્ય હરીભાઈ પટેલ, ધારાસભ્ય સી.જે ચાવડા, વિરમગામ ના ધારાસભ્ય હાર્દિક પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ રમણ ભાઈ પટેલ સહિત મહાનુભાવો ઊપસ્થિત રહ્યા હતા. મહાકાળી માતા ના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમ ગ્રામજનો એ એક તહેવાર રૂપ ઉજવ્યો હતો. મંદિર ના પરિસર ને વિવિધ ડેકોરેશન થી સજાવ્યો હતો જેની મંગળવારે ભોજન પ્રસાદી ના વિતરણ કરાયા બાદ કાર્યક્રમની પૂર્ણાહુતી કરવા મા આવી હતી. જેમાં ગ્રામજનો મોટી સંખ્યા માં જોડાયા હતા.





