તા. ૨૪.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના કતવારા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે હિપેટાઇટિસ ડે અંતર્ગત લઘુ શિબિર યોજાઈ
તા.૧૫ જુલાઇ થી ૨૮ જુલાઇ હિપેટાઇટિસ દિવસની ઊજવણી કરવાની હોય છે જે અંતર્ગત આજ રોજ તા.૨૪.૦૭.૨૦૨૪ ના રોજજિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અઘિકારી ડૉ.આર.ડી.પહાડીયા, સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ કતવારાના અધિક્ષક ડોક્ટર ડી બી સોલંકી ના માર્ગદર્શન હેઠળ સીએસસી કતવારા ખાતે HIV /AIDS,હીપેટાઈટીસ બી,TB ,ચાંદીપુરમ, સિકલસેલ, સિફિલીસ જેવા રોગો વિશે IEC(પ્રચાર પ્રસાર)કરવામા આવી..અને લોકોને પત્રિકા,પોસ્ટર ના માધ્યમ થી સમજ આપવામા આવીતેમજ ટેસ્ટીંગ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના ડૉ. સંજય જાદવ,ICTC કાઉન્સેલર વિનોદકુમાર વી પસાયા તથા ICTC લેબ ટેક. અંકિતકુમાર બામણ હાજર રહ્યા હતા.