GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની ઉતરેડિયા પ્રા.શાળામાં સામાજીક કાર્યકર્તા દ્ધારા બાળકો માટે તિથિભોજનનું આયોજન કરાયું.

 

તારીખ ૧૫/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની ઉતરેડિયા પ્રાથમિક શાળાના ૧૦૦ જેટલા બાળકોને ગામના ઉત્સાહિત સામાજીક કાર્યકર્તા કાજલબેન પરમાર દ્વારા તિથિ ભોજનનું આયોજન કરી શાળાના બાળકોને પાઉભાજી નું જમણવાર આપવામાં આવ્યું હતું જેમાં બાળકોને પોષણયુક્ત અને વૈવિધ્યસભર ભોજન મળે તે માટે લોક સહયોગથી સમાજના સહકારથી બાળકોનો શારીરિક વિકાસ થાય તે દિશામાં પ્રયત્ન માટે તિથિ ભોજન આપવામાં આવે છે.સમગ્ર શાળાના બાળકો માટે આવા વૈવિધ્યસભર ભોજન માટે શાળા દ્વારા દાતાઓ દ્વારા અવાર નવાર તિથિભોજન આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!