GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ૧૨૭ વિધાનસભા મત વિભાગોમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ.

તારીખ ૧૭/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

લોકશાહીના પર્વ સમાન વિવિધ ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તારીખ ૦૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૫ ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના સમાવિષ્ટ ૧૨૭- કાલોલ વિધાનસભા મત વિભાગોમાં તારીખ ૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર)તારીખ ૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) અને તારીખ ૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યો હોય લાયકાત તારીખ ૦૧/૦૧/૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા લાયકાત ધરાવતા તમામ મતદારો તથા ખાસ કરીને ૧૮-૧૯ વયજુથના તેમજ ૨૦-૨૯ વયજુથના અને ૧૮ વર્ષથી ઉપરના પણ કોઈ પણ મતદારનું મતદાર યાદીમાં નામ ન હોય તેવા લાયકાત ધરાવતા મતદારો પોતાના વિસ્તારમાં આવેલ મતદાન મથકોએ જઈ બી.એલ.ઓ.પાસે ઝુંબેશના દિવસો દરમ્યાન સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૫.૦૦ ના રોજથી શરૂ થયેલા મતદારયાદી ખાસ કલાક સુધીમાં મતદાર તરીકે નોંધણી તેમજ પોતાની અન્ય વિગતોમાં સુધારો કરી શકે છે.ઉપરાંત,મતદારો વિવિધ ઓનલાઈન માધ્યમો દ્વારા ઘરે બેઠા મતદાર તરીકે નોંધણી, સુધારા-વધારા તથા નામ કમી કરી શકે છે.

oppo_2

Back to top button
error: Content is protected !!