ચોટીલા ખાતે ગેરકાયદે ખાણ-ખનીજ ગતિવિધિ સામે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ
૭ વાહનો સહીત રૂ. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કડક અને દંડાત્મક કાર્યવાહી કરતું ચોટીલા વહીવટી તંત્ર

તા.21/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
૭ વાહનો સહીત રૂ. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કડક અને દંડાત્મક કાર્યવાહી કરતું ચોટીલા વહીવટી તંત્ર
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં ગેરકાયદે ખાણ ખનીજ અને ખનનની પ્રવૃત્તિ સામે ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કલ્પેશ શર્મા તેમજ ચોટીલા મામલતદાર પી. બી. જોશીની સયુંકત ટીમ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર ખાણ ખનીજની ગતિવિધી અટકાવવાનાં ભાગરૂપે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કલ્પેશ શર્મા અને તેમની ટીમ દ્વારા રાત્રીનાં સમયે થાન- ચોટીલા હાઈવે પર ખનીજ વહન કરતા વાહનો ઉપર દેખરેખ રાખી ૨૦ જેટલા વાહનોનું આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમ્યાન ૨ વાહન વગર રોયલ્ટી ગેરકાયદેસર કોલસા અને રેતીનું વાહન કરતા ધ્યાને આવ્યું હતું જેથી ચેકીંગ ટીમ દ્વારા ૨ વાહનમાં ખનીજ સહીત આશરે રૂપિયા ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ ટીમ દ્વારા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સુરેન્દ્રનગરની ટીમ બોલાવીને નિયમોનુસર દંડની કાર્યવાહી કરી જપ્ત કરેલો મુદ્દામાલ તેઓને સુપ્રત કરવામાં આવ્યો હતો અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ ચોટીલા વહીવટીતંત્રની ટીમ દ્વારા તા.૩૧/૧૨/૨૦૨૪ ની રાત્રે ૭:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી થાન ચોટીલા વિસ્તારમાં ચાલતી ગેરકાયદે ખનીજ ગતિવિધિ વિરુદ્ધ ઝુંબેશ યોજવામાં આવી હતી જે દરમિયાન ૩૦ થી ૪૦ જેટલા ખનીજ વહન કરતા વાહનોનું આકસ્મિક ચેકીંગ હાથ ધરી, રોયલ્ટી પાસ વિનાના ૨ વાહન તેમજ ૩ વાહન રોયલ્ટી પાસમાં નોંધાયેલ વજન કરતા ઓવરલોડ ખનીજ વહન કરતા ધ્યાને આવ્યું હતું સયુંકત ટીમ દ્વારા કુલ ૫ વાહન સહીત આશરે રૂ. ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જપ્ત કરેલ મુદ્દામાલ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની ટીમને સુપ્રત કરતા રૂ. ૧૫ લાખ જેવો દંડ કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા ગેરકાયદેસર ચાલતી ખનીજ ગતિવિધિ સામે આકસ્મિક ચેકિંગ હાથ ધરીને કડક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.




