કાલોલ શહેરની હાઉસિંગ સોસાયટી ખાતેના સુવર્ણ હોલ ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાનનું આયોજન કરાયું.

તારીખ ૦૬/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ પંચાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર એ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતની તમામ 182 વિધાનસભાઓમાં યોજાયેલી મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR)’ સંદર્ભેની કાર્યશાળામાં કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જે અંતર્ગત કાલોલ નગરની હાઉસિંગ સોસાયટી ખાતેના સુવર્ણ હોલ ખાતે વર્ચ્યુઅલ લાઇવ ૧૨૭ વિધાનસભાની કાર્યશાળાના કાર્યક્રમમાં ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય અને જીલ્લા ભાજપ પુર્વ પ્રમુખ,કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ સાથે કાલોલ તાલુકા અને શહેર ભાજપ મહામંત્રીઓ,બુથ પ્રમુખો અને જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સભ્યો તેમજ સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત નવા મતદારોના નામ નોંધાવવા અને ભૂલો સુધારવા માટે જનજાગૃતિ લાવવા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અપીલ કરવામાં આવી હતી.






