સંતરામપુર સ્ટેટ બેંક માં બેંક રૂટિન સેવાઓ અને કસ્ટમર તરફથી સૂચનો અંગેની એક ખાસ બેઠક બોલાવાઈ
સંતરામપુર સ્ટેટ બેંક ( ડોળી)મેનેજર વિજય કુમારે બેંક રુટિન સેવાઓ અને કસ્ટમર તરફથી સૂચનો ( સુજાવ) અંગે એક ખાસબેઠક બોલાવી હતી.
મહાસાગર :- અમીન કોઠારી
તેમાં રુપેશ ભાઈ ગરોડે બેંક સેવાઓ ગ્રાહકને ઝડપી મળે તે માટે , કર્મચારીના લંચ સમયમાં બેંકમાં આવેલ કસ્ટમરોને વધુ રાહ જોવી ન પડે તે અંગે ખાસ ભાર મૂકયો હતો.
અને બેંક કમઁચારિઓ બેંક માં આવેલ વ્યક્તિ ઓ સાથે સુમેળ, સ્નેહ ભયોં સારો, વ્યવહાર જાળવવો જરૂરી જણાવેલ.
એક વધારાનું કાઉન્ટર શરુ કરાય, અશકત, સિનિયર સિટીઝનનો માટે અલાદી સેવા મળે તે માટે સુંદર, સચોટ, અસરકારક, રજૂઆત કરી હતી.
સંતરામપુર આદિવાસી આટઁસ અને કોમર્સ કોલેજ ના પ્રન્સિપાલે એસ.બી.આઈ. નું એ.ટી.એમ. ગોધરા ભાગોળ વિસ્તાર માં મૂકાય, ત્યાં ઘણી સોસાયટીઓ અને બે ત્રણ કૉલેજ હોવાથી ત્યાં એ.ટી.એમ. મૂકવા માટે સૂચન કરેલ. હતું.
મહેન્દ્ર ભાટિયા એ બેંક નાં પાસબૂક પ્રિન્ટર મશિન બરાબર કામ કરતાં નથી. ખોટવાઈ જાય છે. તેમજ પાસબૂક માં પ્રિન્ટર કોરાં પેજ છોડીદે છે. માટે નવાં આધુનિક સારાં મશિન મૂકાય તે માટે રજૂઆત કરી હતી.
મેનેજર વિજય કુમારે બેંક માં ઉપલબ્ધ કેટલીક વિશિષ્ટ બેંકિંગ સેવાઓ ની જાણકારી આપી હતી.