GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું

તા.22/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

તાલીમમાં બીઆરસી યુનિટ્સ સ્થાપિત કરતા ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન અપાયું, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર (BRC) સ્થાપિત કરનારા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આત્મા પ્રોજેક્ટ, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આ તાલીમમાં, ખેડૂતોને BRC યુનિટ્સ વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત અને સંપૂર્ણપણે ટેકનિકલ રીતે કાર્યરત થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન, વિવિધ બાયો ઈનપુટના ઉત્પાદન તેમની ગુણવત્તા અને ઉપયોગિતા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે જણાવ્યું કે, આ વર્ષે જિલ્લામાં ૫૦ થી વધુ BRC યુનિટ્સ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે જે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જૈવિક ખાતરો અને અન્ય સામગ્રીઓનું ઉત્પાદન કરશે ખેડૂતોને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે સામૂહિક ખરીદી કરવાની સલાહ પણ આપવામાં આવી હતી BRC યુનિટ્સ માટે જરૂરી સાધન સામગ્રી જેમ કે ગ્રાઈન્ડર, ચાફકટર, સગડી, પીવીસી ટાંકા, ડ્રમ, વગેરે સામૂહિક રીતે ખરીદવા માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી આનાથી ગુણવત્તાવાળી વસ્તુઓ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે અને યુનિટ્સને વધુ કાર્યક્ષમ બનાવી શકાશે વધુમાં, દરેક BRC યુનિટ ધારક ખેડૂત તેની આસપાસની ત્રણ ગ્રામ પંચાયતોના ક્લસ્ટરમાં ઓછામાં ઓછા ૧૨૫ ખેડૂતોને બાયો ઈનપુટ પૂરા પાડશે આ પહેલથી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે અને ખેડૂતો રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડીને વધુ ટકાઉ ખેતી તરફ આગળ વધી શકશે.

Back to top button
error: Content is protected !!