તા.૧૯.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:બેગલેસ ડે અંતર્ગત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે બેગલેસ ડે અંતર્ગત વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાના માર્ગદર્શનથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળા કૂદ, સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા