કાલોલ ખાતે રાષ્ટ્રીય બંધારણ દિન નિમિત્તે ડૉ.બાબાસાહેબની પ્રતિમાએ ફુલહાર કાર્યક્રમ યોજયો.

તારીખ ૨૬/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ડૉ.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા સંવિધાન દિવસના ઉપક્રમે સવારે ૯:૩૦ કલાકે કાલોલ મામલતદાર કચેરી પાસે ડૉ.બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવેલ.”મારો દેશ મારું સ્વાભિમાન મારું બંધારણ મારું અભિમાન“`
ભારતરત્ન ડો. બી. આર. આંબેડકર સાહેબના નેતૃત્વ સાથે અને બંધારણ સભા દ્વારા લિખિત વિશ્વનું સૌથી મોટું હસ્તલિખિત સંવિધાન થી જ ભારતદેશને સુંદર વ્યવસ્થા મળી અને શાસન મળ્યું. આજે તેની અસ્મિતા અને સંવર્ધન માટે કરોડો લોકો ખડેપગે રહેલ છે.આથી વર્ષોથી વિકાસથી વંચિત કરોડો લોકો માટે બંધારણ જીવન આધાર બનેલછે.ભારત દેશની સંસ્કૃતિ વિવિધતાથી ભરચક છે.છતાં બંધારણ થકી વિવિધતામાં એકતા છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં લોકશાહી ઢબે શાસન ચાલે તેવી જોરદાર અને શ્રેષ્ઠ વ્યવસ્થા બંધારણીય જોગવાઈઓમાં રહેલ છે. આપણું બંધારણ સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના સ્નેહી સ્વાભિમાન સાથે જીવન જીવવા ગૌરવ બક્ષે છે.





