AHAVADANGGUJARAT

ગુજરાત દક્ષિણ ઝોન કલા ઉત્સવમાં પ્રાથમિક વિભાગ ચિત્ર સ્પર્ધામાં ડાંગનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે આવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં ભવાનદગડનાં વિદ્યાર્થીઓએ કલાઉત્સવમાં સમગ્ર દક્ષિણ ઝોનની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને સમગ્ર ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કે.એચ. દેશાઈ પુરુષ અધ્યાપન મંદિર વાપી  ખાતે  કલા ઉત્સવ 2024-25નું આયોજન કરવામાં  આવેલ હતું.જેમા ચિત્રકલા,સંગીત વાદન,બાલકવી અને  સંગીત ગાયન એમ ચાર પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી. દક્ષિણ ઝોનના કુલ સાત જિલ્લામાંથી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનાં પોતાના જિલ્લામાં પ્રથમ આવનાર બાળકોએ એમાં ભાગ લીધો હતો.જેમાં ચિત્રકલા પ્રાથમિક વિભાગમાંથી પિંપરી જીવન જ્યોતના વિદ્યાર્થી વાડુ ક્રિતાર્થ કિશનભાઇ એ પ્રથમ નંબર મેળવી શાળા તેમજ સમગ્ર ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું હતુ.ત્યારે  શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીને હાર્દિક શુભેચ્છા અને આગળની સ્પર્ધાઓ માટે શુભકામનાઓ આપવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!