વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તાર એવા ધૂળચોન્ડ ગામની મહિલા ઇતાઈબેન મધુભાઈ ગાવીતને છેલ્લા બે ત્રણ વર્ષથી માસિકમાં તકલીફ અને પેટમાં સતત દુઃખાવો ઉપડતો હતો.જેના કારણે જમવાનું બરાબર પચતુ ન હતુ.બાદમાં ધીરે-ધીરે તેણીનું પેટ મોટુ થતુ હતુ.અને દુખાવો પણ વધી રહ્યો હતો.પેટમાં ગાંઠને કારણે પીડાઈ રહ્યા હતા.તેઓની પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પરિવાર દ્વારા અંતે આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા હોસ્પિટલનાં ગાયનેક વિભાગનાં નિષ્ણાત ડૉ ધારાબેન પટેલ દ્વારા ભારે જહેમત બાદ આ મહિલાનાં પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરતા મહિલાને હાશકારો થયો છે.આ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી જ્યાં જોવા જઈએ તો આવા ઓપરેશનમાં કદાચ લાખો રૂપિયા પ્રાઇવેટ દવાખાનામાં ખર્ચવાનો વારો આવતો હોય છે. પરંતુ આ મહિલા માટે તો આહવા સિવિલ હોસ્પિટલનું ગાયનેક વિભાગ જીવાદોરી સમાન સાબિત થતા દર્દી મહિલા અને પરિવાર દ્વારા સ્ટાફ અને ડોક્ટરનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો..
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.