અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બહેનો માટે સમર કેમ્પ યોજાયો
ગુજકોસ્ટ પ્રેરિત મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોંગીવાલા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,અરવલ્લી અને ઉમા મહિલા મંડળ મોડાસા અને અખિલ ભારતીય સતપંથ સનાતન મહિલા સંઘ અરવલ્લી દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું .
સમર કેમ્પના ઓપનિંગમાં ડૉ.ઉષાબેન ગામીતી જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા. મુખ્ય વક્તા તરીકે નિધીબેન જયસ્વાલ, સહાયક માહિતી નિયામક અધિકારી દ્વારા હેપ્પીનેસ કેવી રીતે લાવવો જીવનમાં એના વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી. જલ્પાબેન ભાવસાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ બહાર કામ કરતી અને ઘર સંભાળતી મહિલા વચ્ચેનું તાદાત્મ્ય વિશે વાત કરવામાં આવી ક્રિએટિવ લર્નિંગ વિષય પર પટેલ ચંદન એ બહેનો પાસે અલગ અલગ એક્ટિવિટી કરાવી ઉમા મહિલા મંડળના પ્રમુખ સરલાબેન, નયનાબેન અને તમામ કારોબારી બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા સાથે અખિલ ભારતીય સનાતન સતપંથ સંઘ મંત્રી પટેલ રેખાબેન,ઈન્દુબેન પણ ઉપસ્થિત રહ્યા.પ્રથમ દિવસ ખુબ સરસ આનંદ સાથે એક્ટિવિટી બેઝ પર બહેનોએ પ્રસાર કર્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરાધનાબેન બારીયાએ કર્યું.
બીજા દિવસે મુખ્ય મહેમાન તરીકે હસીનાબેન મન્સૂરી જેઓ મહિલા અને બાળ વિકાસ અધિકારી અરવલ્લી છે તેમને મહિલાઓ અને દીકરીઓની યોજના વિશે માહિતી આપી વનીતાબેન પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ જેવો 21મી સદીમાં મહિલાનું યોગદાન વિષય પર ખુબ સરસ માહિતી આપી ડૉ.દિપ્તીબેન ઉપાધ્યાય આરોગ્યનો રાજમાર્ગ વિષય પર સ્વસ્થ કેવી રીતે રહેવું તેની સમજ આપી વેસ્ટ માંથી બેસ્ટ એક્ટિવિટી દ્વારા વેસ્ટેજ બંગડી માંથી કેવી રીતે સો પીસ બનાવી શકાય તેવું શીખવવામાં આવ્યું પટેલ ચંદનબેન દ્વારા જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવી રમતો રમાડી આમ બે દિવસ ખુબ સુંદર સમર કેમ્પ ઉમિયા મંદિરના પ્રાંગણ મોડાસા ખાતે યોજાયો કાર્યક્રમની સફળતા માટે પ્રમુખ મંડળ મહેન્દ્રભાઈ વી. શાહ,મંત્રી આર. સી.મહેતા અખિલ ભારતીય સતપંથ સનાતન મહિલા સંઘના પ્રમુખ પૂનમબેન ભગતે શુભેચ્છાઓ પાઠવી.