GUJARATSURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગર પાલિકા કચેરી સામે કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો તેમજ નિવૃત્ત કર્મચારી દ્વારા પડતર પ્રશ્નોને લઈને પ્રતીક ધરણાં કર્યાં.

તા.16/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશો કોન્ટ્રાકટ પરના સફાઈકર્મીઓને નિયમિત પગાર ચુકવવામાં અનેકવાર ઠાગાઠૈયા કાયર રહ્યા છે આ સત્તાધીશોને શહેર સાફ કરાવવું છે પણ સફાઈ કર્મીઓને સમય પર પગાર નથી આપવો ફરી એક વાર પાલિકાના 300થી વધુ કોન્ટ્રાકટ સફાઈ કર્મીઓનો 3 મહિનાનો પગાર પાલિકાના સત્તાધીશો વહીવટદારો દબાવીને બેઠા છે જેના કારણે આ ગરીબ સફાઈ કર્મીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના 300થી વધુ કોન્ટ્રાકટ સફાઈ કર્મીઓને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળ્યો બાકી પગાર અને નિયમિત પગાર માટે આ સફાઈ કર્મીઓએ પાલિકા કચેરી બહાર ભેગા થઈને ધરણા પ્રદર્શન કર્યા છે આ સફાઈ કર્મીઓએ ચીમકી આપી છે કે જો તેમનો બાકી પગાર તુરંત ચુકવવામાં નહીં આવે તો તેઓ સફાઈકામ બંધ કરી દેશે.




