GUJARATSABARKANTHA
વયસ્ક મંદિર, હૉલ ખાતે એક વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું

સીનીયર સીટીઝન ગ્રુપ, ઈડર.
તથા શ્રી અરવિંદ કેન્દ્ર, ઇડરના સંયુક્ત ઉપક્રમે………………………………… જય ભારત સાથ જણાવવાનું કે આપણા ગ્રુપની પ્રવુતિઓના સિલસિલા માં આગામી દિ.૩૦-૦૭-૨૦૨૪ને મંગળવારે સાંજે ૪-૩૦વાગે વયસ્ક મંદિર, હૉલ ખાતે એક વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું છે. ‘જીવન અને મ્રુત્યુ ‘વિષય પર શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિચારો પર આધારિત આ વાર્તાલાપ ઉપર આપણા ગ્રુપના પ્રમુખ અને શ્રી અરવિંદ કેન્દ્ર ઇડરના અધ્યક્ષ શ્રી જયેન્દ્ર ભાઈ સુથાર પ્રકાશ પાડશે.તો આ રસપ્રદ, ચિન્તનાત્મક વાર્તાલાપનો જ્ઞાન લાભ લેવા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શ્રી વિનુભાઈ પટેલ,ઇડર તાલુકા ટ્રેઝરી અધિકારી શોભાવશે. સ્થળ : વયસ્ક મંદિર, ગ્રુપનો હૉલ.કુટુબ અને બાળકલ્યાણ સમિતિ સામે,સમય : સાંજે ૪-૩૦વાગે. આપનો, જયેન્દ્ર ભાઈ સુથાર, પ્રમુખશ્રી.


