તા.૨૩.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod :ગુજરાત વિજ્ઞાન સંમેલન 2025 અંતર્ગત આઇઆઇટીઈ ગાંધીનગર ખાતે ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
વિજ્ઞાન ભારતી નું ગુજરાત યુનિટ વિજ્ઞાન ગુર્જરી દ્વારા ચોથું ગુજરાત વિજ્ઞાન સંમેલન 2025 અંતર્ગત આઈ આઈ ટી ઇ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાના વિજ્ઞાન શિક્ષકોનો ટ્રેનિંગ “નિપુણતા કી ઓર” નો બે દિવસીય વર્કશોપ નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય કેન્દ્રીય મંત્રી ડો કુબેરભાઈ ડીંડોર દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આઈ આઈ ટી ઈ ના કુલપતિ શ્રી આર સી પટેલ, ડો સોનલ થરેજા, ડો કલ્પેશ પાઠક, મધુસુદનભાઈ મકવાણા, ગુજરાત પ્રાંત સચિવ જીગ્નેશ ભાઈ બોરીસાગર ,વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના સ્ટેટ કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા ,જિલ્લા કોર્ડીનેટર ચેતનકુમાર પટેલ ટ્રેનિંગ ઓફિસર મયુર ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ ના ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે કમલેશભાઈ લીમ્બાચીયા અને ચેતનભાઇ પટેલ ને આપી સન્માનિત કર્યા હતા.આ ઉપરાંત દાહોદ જિલ્લાના શિક્ષક મિત્રોને પણ સન્માનિત કર્યા હતા. આ બે દિવસીય વર્કશોપમાં સાહસિકતા અને નવીનતા સ્ટાર્ટઅપ એપ્સ માટે વિચારો અને તકો, શાળા શિક્ષણ માટે 2020 નું વિઝન પરિવર્તનશીલ અને અભિગમ, ભારતીય વૈજ્ઞાનિકો નો વારસો વિજ્ઞાન ની દુનિયા ને આકાર આપવો, વિજ્ઞાન શિક્ષણમાં ઝીરો બજેટ અભિગમ ,ક્લાઈમેટ ચેન્જની અસરો સાથે વ્યવહાર વિજ્ઞાન શિક્ષકની ભૂમિકા, પ્રાચીન ગ્રંથોથી આધુનિક એપ્લિકેશન સુધી વિજ્ઞાનમાં ભારતીય યોગદાન ,નેવિગેટિંગ ધ ચેલેન્જીસ ફ્યુચર ઇન્ડિયા અને સાયન્સ જેવા વિષયો ઉપર વિદ્વાન તજજ્ઞ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું આ આ ઉપરાંત સાયન્સ સીટી અમદાવાદની પણ મુલાકાત ગોઠવી હતી. વર્કશોપમાં કુલ 50 દાહોદ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો સાથે આચાર્યશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો