
તા.૦૫.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં પાણી સમિતિની મિટિંગ યોજાઈ
દાહોદ જિલ્લામાં પીવાના પાણીને પ્રાધાન્ય આપી તાત્કાલિકપણે પીવાનું પાણી લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા સુચના અપાઈ જિલ્લા કલેક્ટરએ
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ઉનાળા ઋતુ દરમ્યાન લોકોને થતી પાણીની સમસ્યાને ધ્યાને રાખીને પીવાના પાણી માટેની આવેલ ફરિયાદોના નિરાકરણ માટે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જીલ્લા પાણી સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી.આ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે દ્વારા દાહોદમાં અત્યારે ઉનાળા ઋતુને ધ્યાને રાખી લોકોને પાણીની સમસ્યામાંથી ઉગારવા બનતા પ્રયત્નો કરી લોકોને પાણી મળે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવા સુચન આપેલ. દાહોદ જીલ્લાના દરેક ગામમાં લોકોને પાણી સરળતાથી મળી રહે તે માટેની જરીરી તમામ કામગીરી ઝડપથી થાય તે અત્યંત મહત્વનું છે. લોકો સુધી પાણી પહોંચાડવાની આ પ્રક્રિયા ઝડપથી થાય તે સુનિશ્ચિત કરી, ઉદ્ભવી રહેલ પીવાના પાણીની સમસ્યા અંગે લોકો દ્વારા આવેલ ફરિયાદોનું તાત્કાલિક પણે નીરાકરણ લાવી પાણી પહોંચે, તેમજ પાણીની તંગીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તેવી



