MORBI:મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ભંગાર હાલતમાં, લોકોએ કમિશનરને આપ્યું આવેદનપત્ર

MORBI:મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ભંગાર હાલતમાં, લોકોએ કમિશનરને આપ્યું આવેદનપત્ર
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી શહેરમાં થોડા સમયમાં જ એક બાજુ વિકસિત બનેલો નાની કેનાલ રોડ વિસ્તારમાં તદ્દન ભંગાર હાલતમાં રોડ હોય આ રોડ ઉપર નીકળતાં લોકો કંટાળી ગયા હતા. જેમણે આજે સાંજે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને આ રોડ ઉપરની મુલાકાત લેવા માટે વિનંતી કરી છે.
આ બાબતે વાત કરીએ તો નાની કેનાલ રોડ ઉપર એક બાજુ સિમેન્ટ રોડ પંદર વર્ષ પહેલા બની ગયો છે અને બની ગયા પછી કોઈએ સંભાળ લીધી નથી જેના કારણે આ રોડ ઉપર ઠેક ઠેકાણે કરોળિયાનાં ઝાળા જેવા ખાડા પડી ગયા છે ત્યારે આ નાની કેનાલની બીજી બાજુ નો રોડ તદ્દન અણવિકસિત છે જ્યાં બાવળ અને અન્ય વનસ્પતિનાં ઝાડવા ઉગી ગયા છે. આ વિસ્તારમાં લોકો ની વસ્તી વધી અને વાહન વધ્યાં છે એક બાજું નો રોડ સાવ અણવિકસીત હોય અને એક બાજુનો રોડ તદ્દન ભંગાર હાલતમાં હોય ત્યાં થી પસાર થતા લોકો કંટાળી ગયા હતા અને તમામે એક મીટીંગ કરીને મહાનગરપાલિકાને આવેદનપત્ર આપવું એવો નિર્ણય લઈને તમામ લોકોએ આજે મહા નગરપાલિકાએ પહોંચીને કમિશનર ને આવેદનપત્ર આપ્યું હતું અને તેમજ નાની કેનાલ રોડ ઉપરનાં બંને રોડ નું નવસર્જન કરવા માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવીને મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી તેમજ આ રોડ ઉપર શું પરિસ્થિતિ છે!? તે જોવા પણ આ રોડની મુલાકાત લેવા લોકોએ કમિશનર ને જણાવ્યું હતું.










