
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર સરભોણ વિભાગનાં ગાયત્રી પરિવારનાં દાનવીરોએ ડાંગ જિલ્લાનાં આદિવાસી વિદ્યાર્થીઓનાં શિક્ષણમાં નવો ઉત્સાહ ભર્યો છે.આ ઉદાર દાતાઓ આદિવાસી વિસ્તારની શાળાઓમાં વિવિધ સાધન સામગ્રી સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરી ગરીબ બાળકોનાં પડખે ઉભા રહી માનવતાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.ગતરોજ ગાયત્રી પરિવારનાં દાતાઓમાં વિજયભાઈ પંચાલ, જીતુભાઈ પારેખ, વિનાયકભાઈ પાટીલ અને મહેન્દ્રભાઈ શાહનાં સહયોગથી આહવા તાલુકાની જનતા હાઈસ્કૂલ શામગહાનમાં વિદ્યાર્થીઓ માટે કલાસરૂમમાં નવી બેન્ચ, નોટબુક અને બોલપેનનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી.આ ઉદાર ભાવથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનો મળશે અને તેઓ તેમના શૈક્ષણિક લક્ષ્યો પ્રાપ્ત કરવામાં વધુ સક્ષમ બનશે.સરભોણ વિભાગ ગાયત્રી પરિવારનું આ દાન સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડી રહ્યુ છે.ત્યારે તેઓની માનવતાને જનતા હાઇસ્કુલ શામગહાનનાં આચાર્ય ચિરાગભાઈ ઢીમ્મર સહિત ગ્રામજનોએ બિરદાવી હતી..




