GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર દૂધ ડેરી સામે આવેલ વાલીમીકવાસ ખાતેના મકાનમાંથી દાગીના રોકડ રકમ સહિત કુલ 1,76 હજાર ઉપરાંત ના મુદ્દામાલની ચોરી

 

તારીખ ૧૪/૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર દૂધ ડેરી સામે આવેલ વાલીમીકવાસ માં મકાન માંથી સોના ચાંદી ના દાગીના અને રોકડ રકમ સહિત કુલ કિ રૂ.૧,૭૬,૪૩૬ ના મુદ્દામાલની અજાણ્યા ચોરો દ્વારા તા. ૦૯/૦૬/૨૦૨૫ થી તા.૧૧/૦૬/૨૦૨૫ ના સવારના સમય ક.૧૧/૦૦ વાગ્યા દરમ્યાન કોઈ પણ સમયે મોજે વેજલપુર વાલીમીકવાસ દુધની ડેરીવાળું ફળિયા માં આવેલ અનિતાબેન નટવરભાઈ ના મકાન માં કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં વચલા ખંડમાં મુકેલ લોખંડ ની તિજોરી તોડી એમાં મુકેલ કપડા વેરવિખેર કરી તેમજ સોના ચાંદીના દાગીના કિ.રૂ.૧,૩૬,૪૩૬ તથા રોકડ રૂપિયા ૪૦૦૦૦/- કુલ કિ રૂ.૧,૭૬,૪૩૬/-ના મુદ્દામાલની ચોરી થતા વેજલપુર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ અનિતાબેન નટવરભાઈ દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેથી વેજલપુર પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને આજુ બાજુના સી.સી ટીવી ફૂટેજ મેળવવા ની તજવીજ હાથ ધરી છે.તેમજ અજાણ્યા ચોર ઈસમ ને પકડવા તેમજ ચોરી નો ભેદ ઉકેલવા તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

Back to top button
error: Content is protected !!