GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કુલ ૨૧૦ માઈક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ.

મતદાન પ્રક્રિયા દરમિયાન લેવાની થતી કાળજીઓ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન અપાયું.

તા.29/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મતદાન પ્રક્રિયા દરમિયાન લેવાની થતી કાળજીઓ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન અપાયું.

લોકસભા સમાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તા.૦૭ મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ૦૯ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં જુદા જુદા મતદાન મથકોએ ચૂંટણી ફરજ માટે સાતેય વિધાન સભામાં નિયુક્ત કુલ ૨૧૦ માઈક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ જનરલ ઓબ્ઝર્વર જય સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાઈ હતી આ તકે જનરલ ઓબ્ઝર્વર જય સિંઘે માઇક્રો ઓબ્ઝર્વરઓને તેઓએ કરવાની થતી કામગીરી અંગે મુંઝવતા પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું તેમજ મતદાનના દિવસે પોલિંગ બુથ પર માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી મહત્વપુર્ણ હોવાથી તેઓને ફાળવવામાં આવેલા મતદાન કેન્દ્રમાં થતી નાનામાં નાની બાબતો તથા દરેક કામગીરીનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવા સૂચવ્યું હતું તદુપરાંત સોંપાયેલ કામગીરી સુચારુ અને યોગ્ય રીતે પાર પાડવામાં આવે તે માટે તમામ માઇક્રો ઓબ્ઝર્વર્સને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે ૬૪-ધાંગધ્રા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને મતદાનના દિનની શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિ‌તી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં હતી ત્યારબાદ માઇક્રો ઓબ્ઝર્વર્સના પ્રશ્નોનું પ્રશ્નોત્તરી દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું વધમાં તેઓએ માઇક્રો ઓબ્ઝર્વરને ચૂંટણી પ્રક્રિયાના આંખ, કાન ગણાવી મતદાન બુથ ઉપર થતી મોકપોલ સહિતની તમામ પ્રક્રિયા ઉપર ચાંપતી નજર રાખવા સૂચિત કર્યું હતું ઉલ્લેખનીય છે કે, ૦૯ – સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં કુલ ૨૧૩૬ પોલિંગ સ્ટેશન પર મતદાન થવાનું છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે દરેક વિધાનસભા મુજબ ૩૦ માઇક્રો ઓબ્ઝર્વર્સ પ્રમાણે ૬૦-દસાડા, ૬૧-લીંબડી, ૬૨-વઢવાણ, ૬૩-ચોટીલા, ૬૪-ધાંગધ્રા, ૩૯-વિરમગામ, ૫૯-ધંધુકા એમ ૭ વિધાનસભામાં કુલ ૨૧૦ માઇક્રો ઓબ્ઝર્વર્સની નિમણુક કરવામાં આવી છે જે મતદાનના દિવસે પોલિંગ બુથની સમગ્ર કામગીરી ઉપર નિરીક્ષણ કરશે તેમજ નિયત ફોર્મેટમાં તેનો રિપોર્ટ તૈયાર કરી જનરલ ઓબ્ઝર્વરને જમા કરાવશે આ તાલીમ પ્રક્રિયામાં નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, તાલીમ નોડલ ઓફિસર કે.આર.પટેલ, માઈક્રો ઓબ્ઝર્વર નોડલ ઓફિસર એચ બી દેસાઈ, માઇક્રો ઓબ્ઝર્વર્સ સહીત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!