હાલોલ નગરપાલિકા વિસ્તારમાં ફાયર ટીમ દ્વારા કુલ ૨૫ અબોલ જીવોની બચાવ કામગીરી હાથ ધરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૧.૨૦૨૫
હાલોલ નગરપાલિકા વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા તા.૧૪ અને તા.૧૫ જાન્યુઆરીના દિવસો દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલ અબોલ પક્ષીઓની બચાવ કામગીરી કરવામાં આવી હતી.આ બચાવ કામગીરી હાલોલ નગરપાલિકાના કંજરી રોડ બરફ ફેક્ટરી,ઉમા સોસાયટી, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં, ગીતા નગર સોસાયટી, પાશ્વનાથ સોસાયટી, મંદિર ફળિયા બજારમાં, અલકાપુરી સોસાયટી, ગુજરાત નેચરલ ફાર્મા સાયન્સ યુનિવર્સિટી પાવાગઢ રોડ, ભરોણા વિસ્તાર, ગોધરા રોડ વીએમ સ્કૂલની સામેના વિસ્તારમાં પક્ષીઓ, પ્રાણીઓ અને સરીસૃપ મળી કુલ ૧૫ જેટલા જીવોને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા.આ બચાવ કામગીરીના બીજા દિવસે તા.૧૫ જાન્યુઆરીના રોજ ૧૫ અબોલ જીવોની બચાવ કામગીરી કરવામાં આવી હતી, જેમાં ૦૭ કબુતર, ૦૧ કાળી કાકણસાંર, ૦૧ બગલો, ૦૧ ટીટોડી, ૦૨ ઘુવડ, ૦૨ સાપ અને ૦૧ વાંદરાના બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.નોંધનીય છે કે તા.૧૪ અને તા.૧૫ જાન્યુઆરીના બે દિવસો દરમિયાન કુલ ૨૫ અબોલ જીવોની બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ૨૧ અબોલ પક્ષીઓ, ૦૩ સરીસૃપ અને ૦૧ વાંદરાની બચાવ કામગીરી હાથ ધરી તમામને રેસ્ક્યું કરાયાં હતાં. ૨૧ અબોલ.પક્ષીઓમાં ૧૬ કબુતર, ૧ કાળી કાકણસાંર, ૧ ટીટોડી, ૧ બગલા અને ૨ ઘુવડને ઉત્તરાયણ પર્વના બે દિવસ દરમિયાન બચાવી લેવામાં આવ્યા છે.