BANASKANTHAPALANPUR

શેઠ કે.આઇ.મોરખીયા પ્રાથમિક શાળાના સભાગૃહમાં ગ્રંથગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

20 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રાધનપુરમાં ઓગણીસમી માર્ચ, ૨૦૨૩, રવિવારના રોજ ગુજરાત કેળવણી પરિષદના ઉપક્રમે,નટુભાઇ ઠકકરની પ્રેરણાથી રોટરી ક્લબ ઓફ રાધનપુર,સદભાવના સેવા સંસ્થાન, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર ના સહયોગથી ગ્રંથગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરેલ.આ કાર્યક્રમ શેઠ કે.બી. વકીલ હાઇસ્કુલ, રાધનપુર પરિસરમાં શેઠ કે.આઇ.મોરખીયા પ્રાથમિક શાળાના સભાગૃહમાં યોજાયો.કાર્યક્રમમાં રાધનપુર તાલુકા માંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના પ્રારંભમાં શેઠ કે. બી વકીલ હાઇસ્કુલના શિક્ષિકા બહેનો દિપિકા બેન પટેલ, ડાયેનાબેન તેમજ રવિના બેન સાધુ એ સર્વ ધર્મ પ્રાર્થના રજુ કરી.કાર્યક્રમની શરુઆતમાં કલ્પેશ ભાઇ અખાણીએ પૂર્વભૂમિકા બાંધી મહેમાનો તેમજ ઉપસ્થિત સર્વ ભાવકોનું શાબ્દિક સ્વાગત કર્યુ.ત્યાર પછી સર્વ વકતાઓ તેમજ મહેમાનોનું સાલ તેમજ પુસ્તકથી સન્માન કરવા માં આવ્યું.જાણીતા સંપાદક તેમજ તંત્રી ભિખેશભાઇ ભટ્ટે ગીજુભાઇ બધેકાના પુસ્તક દિવા સ્વપન પર ખુબ જ સરસ વ્યાખ્યાન આપ્યું.તેમણે બાળક શાળાએ વહેલો આવે તેમજ મોડો ઘેર જાય તેવી લાગણી ગીજુ ભાઇની દક્ષિણામુર્તિમાં વિદ્યાર્થીઓમાં જોવા મળતી. તેમણે અમદાવાદના ઢિંગલીઘર વિશે ખુબજ સરસ અનુભવો રજુ કર્યા.રમેશ તન્ના (લેખક અને પત્રકાર)એ મનસુખ સલ્લાના પુસ્તક અનુભવની એરણ પર વિશે ખુબજ મનનીય પ્રવચન આપ્યું.તેમણે વતન વિશે,પ્રેમ વિશે તેમજ લોકભારતી સણોસરાના વિદ્યાર્થીઓના પ્રશ્નો તેમજ મનસુખ સલ્લાએ આચાર્ય તરીકે કુનેહથી ઉકેલ્યા તેના વિશે સરસ વાત કરી. ગુજરાત કેળવણી પરિષદના પ્રમુખ મનસુખ સલ્લા(જાણીતા કેળવણી કાર અને ગાંધીજન)એ તોત્તોચાન પુસ્તક વિશે ખુબજ રસપ્રદ વ્યાખ્યાન આપ્યું.તેમણે જાપાનની છ વર્ષની છોકરી તોતોચાન તેની જીજ્ઞાસાને કારણે સામાન્ય શાળામાં જે અશિસ્ત ગણે તે જાપાનની અન્ય શાળાના આચાર્ય દ્વારા કેવી રીતે શિક્ષણ મેળવ્યું તેની અનુભવ કથા મનસુખ ભાઇએ ખુબજ રસપુર્વક રજુ કરી.આ પ્રસંગે લેખક રમેશ તન્નાના પુસ્તક ‘મીઠડી માતૃભાષા’નું લોકાર્પણ થયું.કાયઁક્રમ અંગે ડો મહેશભાઇ મુલાણી તેમજ શ્રી નટુભાઇ ઠકકરે પ્રતિભાવ રજુ કર્યા.શ્રી નિષાદ ઓઝા,કવિ મનન તેમજ નિતિનભાઇ કકકડે કાવ્યો રજુ કર્યા.કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ ચૌધરી તેમજ નવઘણસિંહ વાઘેલાએ કર્યુ.આ કાર્યક્રમનું સ્થાનિક કક્ષાએ સંકલન કલ્પેશ અખાણી,નટુભાઈ ઠક્કર,મહેશભાઇ રાઠોડ,મુકંદભાઇ દાવડા,રાજેશભાઇ અખાણી અને નીતિનભાઈ ઠક્કરે કર્યુ.આ અંગે યશપાલસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે આ સમારંભમાં રમેશભાઈ વિરમ ગામી,બંકિમ મહેતા તથા રાધનપુરના શ્રેષ્ઠી અગ્રણીઓ,ડૉ. મહેશભાઈ મુલાણી,ડૉ. નવીનભાઈ ઠકકર, ડૉ દિનેશભાઇ ઠકકર, ડૉ. અંબાલાલ પટેલ, જયરાજસિંહ નાડોદા,વિરમ ભાઇ ચૌધરી, હરચંદ ભાઇ પારકરા, ધરમશીભાઇ પરમાર,યુસુફખાન પઠાણ,રાઘવ વઢિયારી તેમજ વઢિયાર સાહિત્ય મંચના સાહિત્ય કારો,રોટરી પરિવારના સભ્યો, સદ ભાવના સેવા સંસ્થાનના સભ્યો, ઇન્ડિયન રેડક્રોસ ના સભ્યો, રાધનપુર ના આચાર્યશ્રીઓ, શિક્ષકોએ હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો.

Back to top button
error: Content is protected !!