GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં માર્ગ મરામતની કામગીરી

તા.૮/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોમાસા દરમિયાન જ્યાં-જયાં મુખ્ય અને અન્ય માર્ગોને નુકસાન થયું છે, ત્યાં યુદ્ધના ધોરણે રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરીને સ્થિતિ પૂર્વવત કરવા આદેશ કર્યો છે.
જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રહીશોને અને વાહનચાલકોને અવરજવરમાં થતી મુશ્કેલીને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તાર ખાતે વોર્ડ નંબર ૧૬માં વરસાદને કારણે પડેલા ખાડાઓની મરામતની કામગીરી કરવામાં આવી હતી. જેના પરિણામે રસ્તાઓ ફરીથી સમથળ બન્યા છે. આમ, રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને સુવિધાયુક્ત અને સલામત માળખાકીય સુવિધાઓ પાડવા સતત કાર્યરત છે.





