
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા-04 એપ્રિલ : ભારતમાં રમતગમતના વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકાર વિવિધ રમતગમત યોજનાઓ અને નીતિઓ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહી છે. જે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતમાં રમતગમતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની દિશામાં કામ થઈ રહ્યું છે, ગુજરાતમાં વિવિધ રમતગમત એકેડેમી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને તાલીમ કેન્દ્રો દ્વારા યુવા ખેલાડીઓને ઉત્તમ તાલીમ આપવામાં આવી રહી છે. જયારે
કચ્છ જિલ્લાનું મોટાભાડિયા ગામ રમતગમતના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. વર્ષ દરમિયાન, આ ગામે અનેક રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભાડિયા ગામના આજ દિન સુધી લગભગ 800 થી વધારે બાળકો યુવાનોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું છે, વર્ષે 2023/24 દરમિયાન ભાડિયા ગામના 34 યુવાનો વિવિધ રાષ્ટ્રીય સ્તરની રમતમાં વિજેતા બન્યા હતા, જેમાંથી 16 યુવાનો કબડ્ડી રમતમાં રાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. બાકી 18 વિદ્યાર્થીઓએ અન્ય રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જે કચ્છ જિલ્લા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન ભાડિયા ગામે કરેલ,
ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું મોટા ભાડિયા પ્રાથમિક શાળામાં કબડ્ડી માટે આધુનિક મેટ અને શેડની આધુનિક સુવિધા અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા પેટ્રો કેમિકલના સહયોગથી સુપ્રત કરવામાં આવ્યું અને જેનું લોકાર્પણ અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર, હેડ પંક્તિબેન શાહએ કરેલ અને જણાવ્યું કે વિધાર્થીઓ અને યુવાનોને રમત ગમત ક્ષેત્રે કોઈ પણ જરૂરિયાત ને અદાણી ફાઉન્ડેશન પૂરતતા કરશે અને યુવાનો પોતાનું પ્રદર્શન ખુબ સારી રીતે કરે એ માટે આહવાન આપેલ, આ આધુનિક સુવિધાથી મોટા ભાડિયા ગામના યુવાઓને પ્રેક્ટિસ માટે શ્રેષ્ઠ તક મળી રહશે અને આવનાર વર્ષમાં મોટી સંખ્યામાં યુવાનોને લાભ મળશે, અને યુવાનો પોતાના કૌશલ્યને વધુ નિખારી શકે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનમાં વેગ કરી શકશે, જયારે આ આધુનિક સુવિધાથી વર્ષ દરમિયાન 200 થી વધારે યુવાનો લાભ મેળવશે, અને આવનાર વર્ષોમાં ખુબ મોટી સંખ્યામાં આ સુવિધા નો લાભ મળી રહશે, આ પહેલથી નવું રમતગમતનું માહોલ વિકસશે અને પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધવાની તક પણ મળશે,






