AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પદે ધનશરામભાઈ ભોયેની વરણી થઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર સંગઠન સુજન અભિયાન હેઠળ, ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે ધનશરામભાઈ ભોયેની વરણી કરવામાં આવી છે.ધનશરામભાઈ ભોયે વઘઇ તાલુકાનાં બારખાંધ્યા ગામના વતની છે અને ડાંગ જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.આ વરણી બાદ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકર, પૂર્વ પ્રમુખ મોતીલાલ ચૌધરી, મુકેશ પટેલ, અને રાજુ ગામીત (કોસીમદા) સહિતના અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓએ વઘઇ તાલુકા કૉંગ્રેસ સમિતિનાં નવનિયુક્ત પ્રમુખ ધનશરામભાઈ ભોયેને શુભેચ્છા પાઠવી હતી.આશા છે કે ધનશરામભાઈ ભોયેના નેતૃત્વમાં વઘઈ તાલુકામાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બનશે અને સંગઠનની પ્રવૃત્તિઓને વેગ મળશે..

Back to top button
error: Content is protected !!