GUJARAT
શિનોર ખાતે તાલુકા કક્ષાની ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી કાર્યક્રમ યોજાયો.
ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના સિનોર મથક ખાતે મામલતદાર શ્રી એમ.બી શાહ. તેમજ એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રા રેલી યોજાઈ. વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન નું એલાન કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશવાસીઓને આ તિરંગા યાત્રા કાર્યક્રમ માં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સિનોર ખાતે મામલતદાર શ્રી એમ બી શાહ. એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ. તાલુકા વિકાસ અધિકારીશ્રી. ની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. તિરંગા યાત્રા સિનોર ગ્રામ પંચાયત કચેરી ખાતેથી શરૂ કરાઈ હતી. આ યાત્રા સમગ્ર સિનોર નગરમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો ગ્રામજનો યુવાનો જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.





