
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે નારી વંદન ઉત્સવનાં ભાગ રૂપે નારી કલ્યાણ દિવસની,રક્ષાબંધનની તેમજ વિશ્વ આદિવાસી દિનની ત્રિવિધ ઉજવણી કરવામાં આવી હતી.આ અંતર્ગત શાળાનાં આચાર્ય પ્રજ્ઞાબેન જી.વસાવા દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું.સર્વ પ્રથમ ઉપસ્થિત શાળાના આચાર્ય ,SMC અધ્યક્ષ ,નન્હી કલીના માર્ગદર્શક, શિક્ષક મિત્રો ,એમડીએમ સંચાલક, તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર વિદ્યાર્થિનીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું.ત્યારબાદ મદદનીશ શિક્ષક દ્વારા વિવિધ કન્યા કેળવણી અંતર્ગત ચાલતી સરકારી યોજનાનો, કૌશલ્ય વર્ધન કેન્દ્રનાં તમામ કોર્ષની માહિતી,ITI તેમજ કોલેજોની સમજ આપવામાં આવી. ડિજિટલ માધ્યમ દ્વારા વિવિધ હેલ્પલાઇનની કામગીરી અંગે જાણકારી આપવામાં આવી.અંતિમ સત્રમાં શાળાની બાળાઓ દ્વારા ચિત્ર,પોસ્ટર મેકિંગ,રંગોળી,નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષાબંધન અંતર્ગત બાળકો દ્વારા જાતે બનાવેલ રાખડી બાંધવામાં આવી તેમજ ભાઈઓ દ્વારા ચોકલેટ આપી બહેનોનું મો મીઠું કરાવવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિતે આદિવાસી નૃત્યો કરાવવામાં આવ્યા.તમામ બાળકો તેમજ શાળાના તમામ શિક્ષકો દ્વારા આદિવાસી નૃત્યમાં ભાગ લેવામાં આવ્યો.



