GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કુમાર શાળા ખાતે ટ્વિનિંગ પ્રોગ્રામ ઉજવાઈ ગયો.

તારીખ ૨૦/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ યજમાનશાળા કાલોલ કુમારને આંગણે કાલોલ ની ઉર્દુ શાળા મહેમાન બની હતી કાલોલ કુમાર શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ કાલોલ ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓને ગુલાબ આપી સ્વાગત કર્યું હતું કાલોલ કુમાર શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી આપતો પ્રોગ્રામ રજૂ કર્યો હતો તેમ જ કુમાર શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્માર્ટ બોર્ડ નો ઉપયોગ તેમજ કેટલીક શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું નિદર્શન નિહાળ્યું હતું એકંદરે બાળકોમાં સહભાગીદારિતા, સામાજિક ઐક્ય ને સૌહાર્દ પૂર્ણ શૈક્ષણિક અભિગમ કેળવાય એ આ પ્રોગ્રામ નો હેતુ સિદ્ધ કર્યો હતો.








