BANASKANTHAGUJARAT

શ્રી નચિકેતા સંસ્કારધામ થરામાં અંતરના અજવાળા નામે દ્વિ-દિવસીય સંવાદ શિબિર યોજાઈ.

નચિકેતા સંસ્કાર ધામના પ્રમુખ બાબુભાઈ ચૌધરી ના માર્ગદર્શન દ્વારા દ્વિદિવસ્ય નિવાસી સંવાદ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

શ્રી નચિકેતા સંસ્કારધામ થરામાં અંતરના અજવાળા નામે દ્વિ-દિવસીય સંવાદ શિબિર યોજાઈ.

નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ નચિકેતા સંસ્કારધામ નોખી -અનોખી વૈચારિક જ્ઞાનપીઠ છે.જેના પાલવમાં તેજસ્વી નાગરિકોનું નિર્માણ થઈ રહ્યું છે.બાળકોને અંદરથી ઓળખવાની મનોવૃતિ નચિકેતાનો મૂળ મંત્ર છે અને એટલે જ વાર તહેવારોમાં સંસ્થા નું પરિસર ભર્યું ભાદર્યું લાગે છે. તરૂણ સંસ્કાર શિબિર એ સંસ્થાનો એવો જ એક સાંસ્કૃતિક ઉપક્રમ છે.જેમાં બાળકના અંતર મનને ખીલવવાનો પૂરતો પ્રયત્ન છે. મૂંઝવતા પ્રશ્નોનું મોકળા મને સમાધાન છે અને ઋષિ પરંપરાનું આગવું જીવનદર્શન છે.દ્વિ- દિવસીય આ શિબિરમાં બાળક પોતાની જાતને ઓળખવાનો સ્વ-પ્રયત્ન કરશે અને જાતને ઓળખવાની આ મથામણ જ એને તત્વમસિના નાદથી અહંમ બ્રહ્માસ્મિના વિગલન સુધી દોરી જશે.ત્યારે ચોક્કસ એક દિવસ તેજસ્વી નચિકેતાનું નિર્માણ કરી શકાશે.! એવી અણનમ શ્રદ્ધા જન્મે છે.નચિકેતા સંસ્કાર ધામના પ્રમુખ બાબુભાઈ ચૌધરી ના માર્ગદર્શન દ્વારા આજરોજ તા ૧૫/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અને સંસ્કરણ માટે તરૂણ સંસ્કાર શિબિર અંતર્ગત અંતરના અજવાળા નામે દ્વિદિવસ્ય નિવાસી સંવાદ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઓળખવા માટે અને તેમની પ્રતિભા બહાર આવે તે માટે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા પૂરતું માર્ગદર્શન પૂરૂપાડવામાં આવ્યું હતું જે અંતર્ગત પ્રથમ સેશનમાં લોક સાહિત્યકાર દિપકભાઈ જોશી દ્વારા આપણો વિસરાતો જતો વારસો (ઓગડની અસ્મિતા), તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પિયુષ પટેલ દ્વારા પ્રાથમિક સારવાર અને ઘરેલુ ઉપચાર, ડોક્ટર બાબુ પટેલ દ્વારા હિન્દુ ધાર્મિક પરંપરામાં વૈજ્ઞાનિક તથ્યો અને દ્વિતીય સેશનમા નટવરભાઈ પટેલ દ્વારા આપણી ઉજળી પરંપરા અને યાત્રાઓ,ડોક્ટર ભારમલ પટેલ દ્વારા તરૂણોની સમસ્યાઓ અને સમાધાન વગેરે જેવા ઉમદા વિષયો ઉપર વિદ્યાર્થીઓ ને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા નિયામક હસમુખભાઈ ચૌધરી સહિત નચિકેતા પરિવારના વિદ્યાર્થીઓ વાલીઓ વિશાળ સંખ્યામા હાજર રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99785 21530

Back to top button
error: Content is protected !!