આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વાઇસ ચાન્સેુલરના બે દિવસીય સંમેલનયોજાયું.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે
વાઇસ ચાન્સેુલરના બે દિવસીય સંમેલનયોજાયું.
તાહિર મેમેણ – આણંદ – 18/10/2024 – આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઇન્ડિપયન એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીઝ એસોસીએશન (આઇએયુએ)ના સંયુક્ત ઉપક્રમેઆયોજીત “એગ્રિકલ્ચર માર્કેટ ઇન્ટેરલિજન્સસ”વિષય ઉપર ૧૩મા બ્રેઇન સ્ટોર્મિંગ સેશનના ઉદ્ઘાસટન કાર્યક્રમ આજરોજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો.
ગુજરાત અને ભારત દેશના ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો પૈકીનો સૌથી અગત્યના પ્રશ્ન માર્કેટ છે. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે સદર માર્કેટ ઇન્ટેઝલીજન્સૈ વિષય ઉપર ઘણા બધા સંશોધનો કરવામાં આવેલ છે. જેને અનુરૂપ આ બેઇન સ્ટોર્મિંગ સેશનની મુખ્ય થીમ ‘એગ્રીલચર માર્કેટ ઇન્ટે લીજન્સ’રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાએ જણાવ્યું હતું કે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં પુર્ણ થયેલ નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટ ઉપર ‘એગ્રિકલ્ચર માર્કેટ ઇન્ટેકલિજન્સ’વિષય ઉપર બે વર્ષ સુધી સઘન રીતે પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. તે માટે તેમણે ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારશ્રી દ્વારા પ્લાન યોજના રૂપમાં ચાલુ રાખવા બદલ રાજ્ય સરકારશ્રી તથા કૃષિ મંત્રીશ્રીનો વિશેષ આભાર માન્યો હતો. તેમણે આ પ્રોજેક્ટૅ અંતર્ગત ઈસરો તથા વિદેશની યુનિવર્સિટીઓ જેવી કે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, ઑસ્ટ્રેલિયા સાથે જોડાણ કરી ખેડૂતો માટે તેમની પેદાશોના ભાવો માટે તૈયાર કરવામાં આવેલ મોડેલ તથા સંશોધન વિશે પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નેશનલ રેનફેડ એરીયા ઓથોરિટીના ભૂતપૂર્વ સીઇઓડૉ. અશોક દલવાઈએ ગુજરાતની પવિત્ર ભૂમિનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે દેશની વીરલ હસ્તીઓ જેવી કે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભોવનદાસ પટેલ, ડૉ. વર્ગીસ કુરિયન જેવા સપૂતોએ દેશ માટે ખૂબ જ મોટું યોગદાન આપ્યુંછે. વિશ્વમાં પ્રખ્યાત સહકારી મોડેલ ‘અમૂલ’પણ આજ પવિત્ર ભૂમિથી શરૂઆત થયેલ હતી. માર્કેટ ઈન્ટેપલિજન્સ વિશે જણાવતા કહ્યું હતું કે સંશોધનનું મુખ્ય ધ્યાન પ્રાઇમરી એગ્રિકલ્ચર પ્રોડ્યુસની સાથે સાથે સેકન્ડરી પ્રોડ્યુસ પણ હોવું જોઇએ અને તેને ધ્યાનમાં રાખી બાયો રિસોર્સના સપ્રામણ ઉપયોગ તથા રોજગાર કેન્દ્રિેત બાબતો ઉપર ભાર મૂકવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે રોજગારની નવીન તકો ડીમાન્ડદ સેકન્ડરી પ્રોડ્યુસ દ્વારા ઊભી થાય તે બાબતો ઉપર ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે સંપૂર્ણ ચેઇન સપ્લાય માટે માહિતીનો રીવર્સ ફ્લો એકત્ર કરવા જણાવ્યું હતું .જેથી ડીમાન્ડ સેન્ટ્રિક પેદાશો તૈયાર કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી શકે.
આ કાર્યક્રમમાં આઇએયુએના પ્રમુખડો. પરવિન્દૈર કૌશલ દ્વારા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીઝ એસોશિયેશનના ધ્યેયો તથા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમણે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ બ્રેઇન સ્ટોર્મિંગ સેશન વિષયનું મહત્વ તથા તેના બે દિવસ દરમિયાન કરવામાં આવનાર એગ્રિકલ્ચર માર્કેટ ઇન્ટેિલિજન્સનના વિવિધ પાસાઓ વિશે જાણકારી આપી હતી. આ વેળા સર્વે મહાનુભાવોએ પ્રદર્શનની મુલાકાત લીધેલ હતી.
કાર્યક્રમની શરૂઆતમાં આણંદ કૃષિ યુનિર્વસિટીના સંશોધન નિયામકશ્રી ડૉ. એમ. કે. ઝાલાદ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને આભાર વિધિઆઇએયુએએક્ઝીક્યુટિવ સેક્રેટરી ડૉ. દિનેશ કુમારદ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બ્રેઇન સ્ટોર્મિંગ સેશનમાં ભારત દેશની વિવિધ કૃષિ યુનિવર્સિટીના ૩૫ જેટલા કુલપતિઓ હાજર રહી માર્કેટ ઇન્ટે લીજન્સ વિષય ઉપર બે દિવસ સુધી ગહન ચર્ચાઓ કરવામાં આવશે. માર્કેટ ઇન્ટેરલીજન્સ વિષયને અનુરૂપ કુલ ત્રણ વિવિધ સેશન ઉપર સંગોષ્ઠી કરવામાં આવનાર છે.




