KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ડૉ.મનમોહન સિંહને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

તારીખ ૨૮/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે આજરોજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને દેશના અનુભવી અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહનું અવસાન થતાં શાળા પરિવાર દ્વારા બે મિનિટનું મૌન પાળી તેમના આત્માને દિવ્ય શાંતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.સાથે સાથે શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને તેમની જીવન યાત્રા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.







