AHMEDABADGANDHINAGARGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જામનગરમાં સંઘનો અનોખો કાર્યક્રમ

ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રચેતનાનું પર્વ “વિરાટ હિન્દુ સંમેલન સમિતિ”શંખેશ્વર વસ્તી નું તારીખ ૨૫/૨/૨૦૨૬ ના રોજ વિશ્વકર્મા બાગ ખાતે યોજાયેલ જેમાં વક્તાઓ શ્રી સુનિલભાઈ જોશી ,શ્રી કમલભાઇ ટંકારીયા (RSS નગર કુટુંબ પ્રબોધન સંયોજક) અને શ્રી સ્વામી ચાર્તુભુજ દાસજી મહારાજ ( સ્વામી નારાયણ મંદિર) ની વિશેષ ઉપસ્થિતિ માં હનુમાન ચાલીસા અને રામધૂન સાથે શરૂ થયું હતું

વક્તાઓ પ્રસંગ અને સંઘ શતાબ્દી ના ઉપલક્ષ્ય માં સંબોધન કર્યું હતું સ્વામી ચાર્તુભુજ દાસજી એ પ્રવર્તમાન સમય માં સામાજિક સદ્ભાવ,હિન્દુ એકતા અને સમરસતા માટે આહવાન કર્યું હતું . અધ્યક્ષ પ્રકાશ રામાવતે આભારવિધિ કરી હતી.કૃપાબેન લાલ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ને સફળ બનાવવામાં યુવરાજ સિંહ રાણા (નગર ધર્મજગરણ) ધર્મેન્દ્ર રાવલ (નગર સદભાવ સંયોજક) મહિલા સમિતિ માં અલકાબા જાડેજા,નેહાબેન રામાવત,ભવિસાબેન રાવલ સ્વરૂપબા જાડેજા એ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં પટેલ કોલોની માં વસતા લોકો ઉપસ્થિત રહ્યા હતા અંતે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!