GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પુત્રના જન્મ દિવસની પ્રેરક ઉજવણી

િ

 

મુળ જામનગરના દક્ષીણ ગુજરાતથી આવેલા શુક્લ પરીવારએ તેમના ચિરંજીવના જન્મદિવસની પ્રેરક ઉજવણી કરી હતી

કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં તન્મયતાથી ફરજ બજાવતા શુકલ સા. નાની વયમાં કારકીર્દીનુ ન્યાયસંગત ઘડતર કરી રહ્યા છે.

તેઓએ જામનગરમાં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થળે ઝુપડપટ્ટીના બાળકોને કેક તેમજ નાસ્તો અને સ્ટેશનરી અર્પણ કર્યા હતા

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક હિતેશભાઇ પંડ્યા અને કાજલબેન પંડ્યાએ આ માનવીય સંવેદના સભર આયોજનમાં  જરૂરી  વ્યવસ્થાઓ કરી હતી

 

ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત , કન્યાકેળવણી , ગ્રીન ઇન્ડીયા , ખેલો ઇન્ડીયા , તારૂણ્યના સથવારે  , સહિતના અનેક આયોજનો અને સેવાકીય અગણીત કાર્યો આ ટ્રસ્ટ દ્વારા કરાય છે.

 

_______……_________

 

નિપુણતા સાથેની સેવાની બીજી એક વાત કરીએ

તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીમાંથી અનુસ્નાતક અને પીએચડીનો અભ્યાસ કરી આયુર્વેદ ક્ષેત્રના ચિકિત્સક તરીકે ડો.વિવેક (રામભાઇ)વી.શુક્લ હાલ દ્વારકા માં સરકારના  આયુર્વેદ દવાખાનામાં મેડીકલ ઓફીસર તરીકે તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના જીલ્લા આયુર્વેદ અધીકારી તરીકે સેવા આપે છે દ્વારકા ના આયુર્વેદ દવાખાનામાં સંપુર્ણપણે આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિઓથી દરદીઓની સારવાર કરાય છે અને કલ્યાણપુર તાલુકા તેમજ ઓખામંડળના મોટી સંખ્યાના દરદીઓ માટે આ  સરકારનુ આયુર્વેદમાં  દવાખાનુ સારવારનુ શ્રેષ્ઠ કેન્દ્ર બન્યુ છે

આયુર્વેદ યુનિવર્સીટીમાં પ્રોફેસર તેમજ ડીન તરીકે સેવાઓ આપનાર તેમજ ઔષધીય વનસ્પતિના ક્ષેત્રમાં સંશોધન અંગેનો એવોર્ડ મેળવનાર વૈદ્ય વી.ડી.શુકલ સાયબ નાડી નિદાન પ્રકૃતિ પરીક્ષણ સાથે આત્મસ્ફુરણાથી આતુરોની સારવાર કરતા હતા.અધ્યયન અનુસાંધાન સારવાર એમ દરેક ક્ષેત્રમાં જામનગરના ઘરેણા સમાન વી.ડી.શુકલ સાયબને સૌ યાદ કરતા હોય છે સાધક હોય શાસ્રોના અભ્યાસ હોય ભારતીય પરંપરાના ચિકિત્સાશાસ્રને કંઠસ્થ જ નહી હ્રદયસ્થ કર્યા હોય તેવા વિરલ વિભૂતિ ડો.વી.ડી.શુકલ સાયબની ગાઇડશીપ નીચે ઘણા ચીકીત્સકોએ પી.એચ.ડી.કર્યુ છે. જો કે આટલી વાત તો એક સંક્ષીપ્ત સાર ગણાય તેવુ ભવ્ય વ્યક્તિત્વ તેઓ ધરાવતા હતા

 

જ્યારે વી ડીશુક્લ સા.ના પુત્ર ડો.વિવેક શુક્લ પણ એ જ કંડારેલી કેડીએ આગળ વધી વારસાનુ જતન કરી ચીકીત્સાક્ષેત્ર સાથે વહીવટી જવાબદારીઓમાં કેન્દ્ર સ્થાને  જનસેવા રાખી ભગવાન શ્રી દ્વારકાધિુશજીની કૃપાથી ઝળહળતી પ્રગતી કરી રહ્યા છે.

વી.ડી.શુક્લ સાયબના એક પુત્ર મેજીસ્ટ્રેટ છે

 

Back to top button
error: Content is protected !!