
તા. ૧૩. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya:દેવગઢ બારીયા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાને પેન્શન બાબતે દીકરા અને વહુ દ્વારા હેરાનગતિ કરતા ૧૮૧ મહિલા મદદે
દેવગઢ બારીયા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ ૧૮૧ પર ફોન કરીને જણાવેલ કે તેઓને પેન્શન બાબતે દીકરા અને વહુ દ્વારા હેરાનગતિ હોય જેથી ૧૮૧ ટીમને મદદ માટે બોલાવેલ ૧૮૧ ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પીડિતા જોડે વાતચીત કરતા જણાવેલ કે તેઓ ત્રણ વર્ષથી વિધવા હોય અને ત્યારથીજ વહુ અને દીકરાએ પાસબુક લઈ લીધેલ છે અને અપશબ્દ બોલી પીડિતાને અને તેઓની દીકરીને હેરાનગતિ કરવામાં આવે છે જેથી પીડિતા પોતાની દીકરીના ઘરે રહેતા હતા તેમ જણાવતાં ૧૮૧ ટીમ દ્વારા દીકરાને અને વહુને કાયદાકીય માર્ગદર્શન અને પરિવારની જવાબદારી વિશે સમજાવતા તેઓએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી અને માતાનું પૂરતું ધ્યાન રાખવા બહેડરી આપેલ અને હાલ પીડિતા દીકરીના ઘરે રહેવા માગતા હોય જેથી તેઓ પરત દીકરીના ઘરે જવા માગતા હોય જેથી તેઓને પાસબુક અપાવી દીકરીના ઘરે જવા જણાવેલ અને ઈચ્છા થાય ત્યારે પરત દીકરા જોડે પણ આવશે તેમ જણાવેલ આમ બંને પક્ષોની મરજીથી સુખદ સમાધાન કરાવેલ છે





