અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ગુજરાતનાં સોમનાથ મંદિર દ્વારા આપવામાં આવેલો પ્રસાદ અને વસ્ત્રોનો વિતરણ કાર્યક્રમ યોજાયો
અરવલ્લીના મેઘરજ તાલુકાના કાલીયાકુવા અને ભિલોડા તાલુકાના શામળાજી ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો, સાથે સોમનાથનો પ્રસાદ અને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું
ગુજરાતના ઐતિહાસિક સોમનાથ મંદિરથી ભવ્ય કાર્યક્રમમાં હજારો લોકોને વસ્ત્રો અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સુખાકારી માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે, ગુજરાતનાં અન્ય જિલ્લાઓના લોકો પણ આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે જોઈ શક્યા હતા. અને જિલ્લાઓમાં પણ જરૂરિયાતમંદ લોકોને સોમનાથથી પોહચાડવામાં આવેલો પ્રસાદ અને વસ્ત્રો આપવામાં આવ્યા હતા,આનાથી રાજ્યના નાગરિક સુધી સરકાર થકી સોમનાથ મંદિરનો પ્રસાદ અને વસ્ત્રો પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવ્યો, સોમનાથ મંદિર ધાર્મિક સ્થળ આસ્થા અને એકતાનું પ્રતીક છે. આવા પવિત્ર સ્થળેથી અનેક જિલ્લાઓમાં વર્ચ્યુઅલ દર્શનનું આયોજન થવું એ સૌભાગ્યની બાબત છે.રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે રાજ્યનો દરેક વ્યક્તિ સુખી અને સમૃદ્ધ બને. આ દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે.આવા ધાર્મિક સ્થળો દ્વારા સમાજસેવાના કાર્યો કરવાથી ધર્મ અને સમાજસેવાનું સુંદર સંકલન થાય છે. આવા કાર્યોથી સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સમાજનું કલ્યાણ થાય છે.અરવલ્લી જિલ્લામાં મેઘરજના કાલીયાકુવા અને ભિલોડા તાલુકામાં શામળાજીમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ સોમનાથ ના પ્રસાદ અને વસ્ત્રો વિતરણનો લાભ લીધો અને સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરીને પોતાને ધન્યતા અનુભવી હતી.