GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામના ધરમેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રાત્રીના સુમારે બે માળ ની મકાનની દીવાલ ધડાકાભેર ધરાશાઈ

 

તારીખ ૦૧/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર કાછીયાવડ નજીકના ટર્નીગ પાસેના ધરમેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં તારીખ ૨૯/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રીના સમયના એક બે વાગ્યાની આસ પાસ મકાનની ઓનચિંતી દીવાલો પડી ગઈ હતી ત્યારે દીવાલ ધડાકાભેર પડતા આજુ બાજુ વિસ્તારમાં દીવાલ પડવાનો અવાઝ પણ લોકોએ સાંભળ્યો હતો ત્યારે આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકો અવર જવર કરતા હોય છે ત્યારે આ બે માળના મકાનની દીવાલ રાત્રી દરમિયાન પડતા કોઈ મોટી દુર્ઘટના થઈ નોહતી ત્યારે આ મકાનમાં રેહતા મકાન માલીક બહાર ગામ ગયા હોવાનું પણ જાણવા મળેલ હતું તેથી તેમનો પણ આબાદ બચાવ થયો હતો ત્યારે ભારે વરસાદને લઈને આ દીવાલ ધરાશાયી હોવાનું પણ જાણવા મળેલ છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટીને મકાન માલિકે જાણકારી આપી પોતાનું મકાન રાત્રી દરમિયાન પડી ગયેલ હોવાનું મકાનમાં વધુ નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી દ્વારા સ્થળ ઉપર જઈને તપાસ કરી હતી ત્યારે આ મકાન માલિકને આર્થિક સહાય સરકાર માંથી મળી રહે તે માટે સ્થળ ઉપર જઈ જાત તપાસ કરીને સ્થળ ઉપર જઈને જવાબ પકયાંસ કર્યા હતા ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં એવા અનેક જર્જરિત મકાનો આવેલા છે જે મકાનો અચાનક પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા આવા અનેક વિસ્તારોમાં આવેલા જુના મકાનોનો સર્વે કરીને જર્જરિત મકાનો વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવી વેજલપુર ગ્રામ જનો માંગ કરી રહ્યા છે હવે જોવું રહ્યું કે લાગતું વર્ગતું સ્થાનિક વહીવટી તંત્ર કોઈ જર્જરિત મકાનો અંગે સર્વે કરીને કામગીરી કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાયે ત્યારે જબ હોગા તબ દેખા જાયેગા જેવી નીતિ અપનાવશે તે હવે જોવું રહ્યું..

Back to top button
error: Content is protected !!