એક સપ્તાહ બાદ સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ચાંદીપૂરમ શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ…
સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 10 બાળકો ના મોત થયા છે...
સાબરકાંઠા….
એક સપ્તાહ બાદ સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ચાંદીપૂરમ શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ…
સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 10 બાળકો ના મોત થયા છે…
છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં ખાસ કરીને 14 વર્ષથી નાના બાળકોમાં ચાંદીપુરમ વાયરસની અસર વધુ જોવા મળતી હોય છે. ત્યારે અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે 31 જેટલા શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસ નોંધાયા છે જેમાં 30 જેટલા ટેસ્ટના સેમ્પલ જાહેર કરવામાં આવ્યાં છે. ખાસ કરીને માટીના જુના મકાનો તેમજ મકાનમાં પડેલી તિરાડોમાં આ મચ્છર જોવા મળતા હોય છે જે મચ્છર કરડવાને કારણે 14 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં ઈમ્યુનિટી પાવર ઓછો હોય છે જેને કારણે ચાંદીપુરમ વાઇરસ બાળકોને પોતાની ઝપેટમાં લેતો હોય છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 10 જેટલા બાળકોનાં મોત થયાં છે જેણે પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. એક સપ્તાહ બાદ સાબરકાંઠા જિલ્લાની હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક શંકાસ્પદ કેસ નોંધાતા કુલ શંકાસ્પદ કેસનો આંકડો 31 પર પહોચ્યો છે. વિજયનગર તાલુકાના 8 વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસના લક્ષણો જોવા મળતા હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરાઈ છે. બાળકનું સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ અર્થે મોકલવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ચાંદીપુરમ શંકાસ્પદ કેસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે જોકે આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા વિસ્તારની મુલાકાત લઇ દવા છંટકાવ તેમજ કરવાની થતી કામગીરી આરંભાઈ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરમ શંકાસ્પદ કેસનો સ્પેશિયલ વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે જેમાં શંકાસ્પદ અને પોઝિટિવ આવેલ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે….
જયંતિ પરમાર સાબરકાંઠા