ભુતેડી પગાર કેન્દ્ર શાળામાં બાળ સંસદનું આયોજન

9 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા વિદ્યાર્થીઓમાં ચૂંટણી પ્રક્રિયાની સમજ કેળવાય। અને નેતૃત્વના ગુણ કેળવવાના હેતુસર ભુતેડી। પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું.ચૂંટણીના જાહેરનામાથી લઈને। ચૂંટણીના પરિણામ સુધીની તમામ પ્રક્રિયાઓ અનુસરવામાં આવેલી.આ પ્રક્રિયામાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી અને મતદાન કરેલું તથા વિજેતા ઉમેદવારોમાંથી પ્રમુખ ઉપપ્રમુખ અને વિવિધ કમિટીઓના મંત્રીગણની નિમણૂક કરવામાં આવેલી. આ આયોજન શાળાના આચાર્ય બેનશ્રી મંજુલાબેન મોર ના માર્ગદર્શન હેઠળ સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રીમતી વર્ષાબેન પ્રજાપતિ દ્વારા તથા તેમના સહયોગી શિક્ષકો દ્વારા કરવામાં આવેલ.









