GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સુરત રીફાઇ ની મોટી ખાનકાહ ખાતે દેશ ભરના અનુયાયીઓની ઉપસ્થિતિમાં સાપ્તાહિક વાર્ષિક ઉર્ષની ઉજવણી સંપન્ન

 

તારીખ ૧૬/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર અને સમગ્ર પંચમહાલ સહિત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, દીવ દમણ સહીતના અનુયાયીઓની મોટીસંખ્યામાં ઉપસ્થિત વચ્ચે સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની મોટી રીફાઇ ખાનકાહમાં સાપ્તાહિક પારંપરિક રીતે વાર્ષિક ઉર્ષની ભવ્યતાથી ભવ્ય ઉજવણી સંપન્ન.

સુરત શહેર વરિયાવી બજાર સ્થિત એશિયા ખંડની રિફાઈ સિલસિલાની મોટી ખાનકાહ શરીફ રિફાઈ સાહેબની મોટી ગાદીમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સૂફીસંત હઝરત સૈયદ અહમદ કબીર માશુકુલ્લાહ રિફાઈ (ર.અ.)નો ૮૬૯મો વાર્ષિક ઉર્સ મઝારે મુબારક ઉમ્મે ઉબૈદા, ઇરાક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારતમાં સર્વ પ્રથમ (બાબુલ મક્કાહ, સુરત)માં રિફાઈ સિલસિલાની શરૂઆતનો ૮૪૭મો વાર્ષિક ઉત્સવ તેમજ હઝરત સૈયદ અબ્દુર્રરહીમ રિફાઈ (પ્રથમ)નો ૭૯૭મા ઉર્સનું આયોજન કરવામાં આવ્યું છે. સજ્જાદાનશીન હઝરત સૈયદ અબ્દુર્રહીમ મેહબુબુલ્લાહ રિફાઈ (ર.અ.)નો ૩૪૭ મોક ઉર્સ શરીફ (મઝારે મુબારક વરિયાવી બજાર રિફાઈ સાહબની મોટી ગાદી)માં તા/૮/૧૧/૨૦૨૫ શનિવારથી તા/૧૪/૧૧/૨૦૨૫ને શુક્રવાર સુધી સાપ્તાહિક પારંપરિક રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તે પ્રસંગે તારીખ ૮/૧૧/૨૦૨૫ શનિવારે પરચમ કુશાઈ, મિલાદ શરીફ અને મઝાર મુબારકની વાર્ષિક ખિદમત સાથે તારીખ ૧૩/૧૧/૨૦૨૫ ગુરૂવારના રોજ સવારે ૮ વાગ્યે ખાનકાહ શરીફથી ભવ્ય જુલૂસ નીકળી શહેરના વિવિદ્ય સ્થળો પર ફરી ખાનકાહ શરીફ પર પરત ફર્યા હતા ત્યાર બાદ અસર (સાંજ)ની નમાઝ પછી મઝારે મુબારક પર સંદલ શરીફ પેશ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આમ ન્યાઝ (લંગર) ખવડાવવામાં આવી હતી જ્યારે રાત્રે ઈશાની નમાઝ પછી રાતીબે રિફાઈનો જલાલી જલ્સો થશે અને વહેલી સવારે ખાસ નસ રિફાઈની ન્યાઝ ખવડાવવામાં આવી હતી અને તારીખ ૧૪/૧૧/૨૦૨૫ ના રોજ મોડી રાત્રે મહેફિલે શમા નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઉર્સ શરીફના બધાજ પ્રસંગો રિફાઈ સૂફી પંથના હાઝીર સજજાદાનશીન (ગાદીપતિ) હઝરત સૈયદ અલાઉદ્દીન હસન અલી શાહ રિફાઈ સાહેબની સરપરસ્તી અને ખાનકાહ શરીફના પ્રમુખ હઝરત સૈયદ લતીફૂદ્દીન શાહ રિફાઈની સદારત તેમજ તેઓની નિગરાનીમાં ઉર્સ કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!