વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૩૦ જુલાઈ : બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ થયેલા ખર્ચની સમીક્ષા તથા વિવિધ યોજના હેઠળ લાભાન્વિત લાભાર્થીઓનું સહવર્તી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા માટેની રૂ.૫૭૭૩.૮૧ લાખની જોગવાઇ સામે રૂ.૪૦૭૩.૬૯ લાખની ગ્રાન્ટમાંથી જૂન-૨૦૨૫ અંતિત સુધીમાં રૂ.૨૯૭૯.૦૮ લાખનો ખર્ચ થયો હોવાની માહિતી બેઠકમાં રજૂ કરાઇ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કુટીર ઉદ્યોગ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, સિંચાઇ શાખા, પોષણ કાર્યક્રમ સહિતના વિવિધ અમલીકરણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે કલેકટર આનંદ પટેલે તમામ અમલીકરણ અધિકારી ઓને અધ્યક્ષસ્થાનેથી ફાળવાયેલી રકમ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ પાછળ જ થાય તેની પુરતી કાળજી રાખવા સૂચના આપી હતી. બેઠકમાં ધારાસભ્યોશ્રી તથા સમિતિના સભ્યોએ યોજનાકીય લાભો ઝડપથી મળે તે માટે રજૂઆત કરી હતી. આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સભ્ય સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી, રામજીભાઇ ધેડા, રમેશભાઇ મહેશ્વરી, ગોવિંદભાઇ મારવાડા, સામજી વાણીયા, પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામક વિનોદ રોહિત તથા અન્ય અમલીકરણ અધિકારી ઓ હાજર રહ્યા હતા.