હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે ગૌરી-વ્રત નિમિતે શાળામાં મહેંદી હરીફાઈ યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૮.૭.૨૦૨૫
હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-3 થી 8 માં શરૂ થતાં ગૌરી-વ્રત નિમિતે શાળામાં મહેંદી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં શાળા ના ધો-3 થી 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ભરપૂર ઉત્સાહ સાથે કુલ-4 ગ્રુપ મળી 200 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો જેમાં ધો-3 અને 4,ધો-5 અને 6,ધો-7 અને 8 વિદ્યાર્થીનીઓ અને ધો-3 થી 8 ના વિદ્યાર્થીઓ વચ્ચે 1 કલાક ના સમયગાળા સાથે સ્પર્ધા સર્જાઈ હતી.આ સમગ્ર કાર્યક્રમ ના મુખ્ય અતિથિ હાલોલ મહાજન ઊંચ્ચાં શિક્ષણ મંડળ અને શાળા ના માનદ મંત્રી સમીરભાઈ શાહ સાથે આજ ની આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પરેશાબેન શાહ એ પોતાની હાજરી નોંધાવી હતી દરેક ગ્રુપમાંથી પ્રથમ,દ્વિતીય,અને તૃતીય નંબર આપી ભાગ લીધેલ દરેક બાળકો ને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમના અંતે સ્પર્ધા નિર્ણાયક પરેશાબેન શાહ સાથે વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ અને શાળાના કે.જી.વિભાગ અને ધો-1 થી 8 ના સુપરવાઈઝર મિલનકુમાર શાહ દ્વારા સ્પર્ધા માં નંબર મેળવનાર વિદ્યાર્થીઓ નામ જાહેર કરી પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.














