GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે (JIYO)જીઓ પારસી યોજના અંતર્ગત પારસી સમુદાય માટે વર્કશોપ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારત સરકારના લઘુમતી મંત્રાલય તથા  નવસારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રાલયના ડેપ્યુટી  ડાયરેક્ટર જનરલની અધ્યક્ષતામાં  (JIYO) જીઓ પારસી યોજના અંતર્ગત પારસી સમુદાય માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો .   જે અન્વયે સુરત, નવસારી, અને વલસાડ જિલ્લાના પારસી સમુદાયોના લોકો તેમજ પારસી પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી આલોક વર્મા દ્વારા ઉપસ્થિત પારસી સમુદાયના લોકોને ભારત સરકારની જીઓ પારસી યોજના વિશે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું કે જિઓ પારસી એ પારસી સમુદાયની વસ્તીમાં ઘટાડાને રોકવા માટેની એક અનન્ય કેન્દ્રીય  યોજના છે. આ યોજના ૨૦૧૩-૧૪ માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનું ઉદ્દેશ ભારતમાં તેમની વસ્તીને સ્થિર કરવા માટે વૈજ્ઞાનિક પ્રોટોકોલ અને માળખાગત હસ્તક્ષેપો અપનાવીને પારસી વસ્તીના ઘટતા જતા વલણને બદલવાનો છે. આ યોજનામાં ત્રણ ઘટકો છે તબીબી સહાય, હિમાયત અને સમુદાય આરોગ્ય. અત્યાર સુધીમાં આ યોજનના હેઠળ 400 થી વધુ પારસી બાળકોનો જન્મ નોંધાયા છે. આ સાથે જીઓ પારસી  યોજનાનો લાભ લેવા માટે જીઑ પારસી પોર્ટલનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો .

આ વર્કશોપમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત નિયામકશ્રી વી એસ પટેલ અને નાયબ નિયામકશ્રી જે એ. વઢવાણા તેમજ સમાજ કલ્યાણ અધિકારીશ્રી ડો. હિરેન સાવલિયા તથા પારસી સમુદાયના નાગરિકો  ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!