DASADADHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાના સરપંચો માટે કાયદો વ્યવસ્થાની જાળવણી અંતર્ગત સેમીનાર યોજાયો.

તા.03/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ દ્વારા જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકે અને બનેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા, જીલ્લામાં ખેતમજુરી અર્થે આવતા જતા તમામ માણસોની ઓળખ સાથેનો ડેટાબેઝ તૈયાર કરી, તેઓ ઉપર વોચ રાખી, જીલ્લાનો ક્રાઇમ રેટ નીચો લાવવા અને ગુનાહિત પ્રવૃતિને સંપૂર્ણ અંકુશમાં લેવા અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાત આઇપીએસની જરૂરી સુચના માર્ગદર્શન આપેલ રાજય સરકારની દીર્ઘદ્રષ્ટિનું સફળ પરિણામ એટલે કે મા નર્મદા દેવીના અમૃતજળનું કેનાલ મારફતે સમગ્ર ગુજરાત રાજયમાં તથા સુરેન્દ્રનગર જીલ્લાના દરેક ગામે ગામ પહોંચવું ખેતી આધારીત સુરેન્દ્રનગર જીલ્લાના ખેડુતોને કેનાલથી નર્મદાનું પાણી મળતા મબલખ ખેત ઉત્પાદન થતા રાજયના વિકાસદરમાં સુરેન્દ્રનગર જીલ્લો મહત્વનો હિસ્સો બની રહેલ છે. ખેતીમાં પુરતુ પાણી મળતા ખુબ જ સારી આવક થતી હોય જેથી અન્ય જીલ્લા તથા રાજયમાંથી મોટી સંખ્યામાં માણસો પોતાના પરિવાર સાથે ખેત મજુરી આજીવિકા રળવા સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ છે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચની પોતાના ગામની દરેક મુવમેન્ટ મજુરી અર્થ આવકજાવક કરતા માણસો ઉપર સીધી દેખરેખ હોયછે મજુરી અર્થ આવતા જતા માણસો પૈકી ઘણા માણસો ફકત મજુરી દ્વારા પોતાનું પેટીયું રળતા હોય છે. પરંતુ કેટલાક ઇસમો અન્ય જગ્યાએ ગુનાહિત પ્રવૃતિ કરી મજુરના વેશમાં અત્રેના જીલ્લામાં આશ્રય મેળવતા હોવાનું અથવા તો અત્રેના જીલ્લા ખાતે થોડો સમય રહી ગુનાહીત કૃત્ય આચરી જતા રહેતા હોવાના ઘણા બનાવો બને છે જેથી આવી પ્રવૃતિને સદંતર નેસ્તનાબુદ કરવા તથા સુરક્ષા સેતુ સોસાયટી આયોજીત મારૂ ગામ સલામત ગામ અંતર્ગત સરપંચ તથા ગામ લોકો દ્વારા ગામની તમામ હલચલ ઉપર નજર રાખી, ગુનાહિત પ્રવૃતિ ધ્યાને આવ્યે તાત્કાલીક પોલીસના આંખ કાન બની, પોલીસને માહિતી આપી સહિયારા સંકલનથી તાત્કાલીક કોઇપણ બનાવનો નિવેડો લાવવા તથા ગામમાં અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોતે કેવી રીતે ભાગીદાર બની શકે તે અંગે માહિતગાર કરવા અને સાથોસાથ પોતાના ગામમાં બહારથી ખેત મજુરી અર્થે આવેલ માણસોની ઓળખનો તમામ પ્રકારનો ડેટાબેઝ તૈયાર કરવા ગામમાં કાર્યરત સીસીટીવી કેમેરા તથા અન્ય સુવિધાની માહિતી એકત્ર કરવા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા ખાસ સેમિનારો યોજવા સી.પી.મુંધવા નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવીઝન એચ.પી.દોશી, નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડિવિઝન ડો.પુરોહિત નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝન તથા વી.વી.ત્રિવેદી પો.ઇન્સ. એલ.સી.બી. તથા એસ.એમ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. સુરેન્દ્રનગરનાઓને જરૂરી માર્ગદર્શન કરેલ આ સેમિનારમાં મોટી સંખ્યામાં સરપંચોએ ઉત્સાહભેર હાજરી આપી, ઉપરોકત માહિતી ટુંક સમયમાં એકત્રીત કરી, સંપૂર્ણ ડેટાબેઝની એક નકલ ગ્રામ પંચાયતમાં તથા એક નકલ પોલીસ સ્ટેશન ખાતે ટુંક સમયમાં મોકલી આપવા તથા પોતાની આસપાસ કોઇ ગુનાહીત પ્રવૃતિ થતી હોવાનું ધ્યાને આવ્યે તુરંત જ તેની માહિતી પોલીસને આપી, પોલીસના આંખ કાન બની કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ભાગીદાર બની ગુનાહિત પ્રર્વતિને નેસ્તનાબુદ કરાવવા પોતાનું યોગદાન આપી પોતાના ગામ, તાલુકા તથા જીલ્લાના વિકાસના યોગદાન આપવા પ્રતિબધ્ધતા દર્શાવેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!