GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે વર્કશોપ યોજાયો

તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે પ્રેસિડેન્ટ હોટલ ખાતે વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત રજીસ્ટર્ડ તમામ તબીબશ્રીઓ જોડાયા હતા. નિવૃત્ત સંયુક્ત નિયામક ડો. આર. આર. વૈદ્ય દ્વારા એક્ટ અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ વર્કશોપમાં ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ – ૧૯૯૪નું સઘન અમલીકરણ કરવા સૂચન કરાયું હતું આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલ, આર.સી.એચ ઓ. ડો. અનિલ શાહ, તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ રજીસ્ટર્ડ તમામ તબીબઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!