વેજલપુરમાં કતલ માટે આપવામાં આવેલ પરવાનો કાયમી ધોરણે રદ કરવા માટે ગામના નાગરીક દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજુઆત કરી.

તારીખ ૦૫/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં બકરા મરઘાં કાપવા માટે કેટલાક લોકોને લાયસન્સ વેજલપુર ગ્રામ પંચાયત હદમાં આપવામાં આવેલ છે ત્યારે આ લાયસન્સ ધારકો દ્વારા લાયસન્સ ની આડમાં ઘણી બધી ગેરપ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર કર્મો કરી રહ્યા હોવાનું સ્થાનિક નાગરિક મહેફુઝ કાદીર જમાલ દ્વારા અરજીમાં આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે વધુ આક્ષેપો કરતા કહ્યું છે કે લાયસન્સ ધારકો દ્વારા કેમેરાની સામે પાડા ,બકરા,મરઘાં કાપવામાં આવે છે પરંતુ રાતના અંધારામાં ગામની આસ પાસ ખેતરો તથા ઝાડી ઝાખરાંમાં જે પ્રતિબંઘીત છે તેવા પશુઓની કતલ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને કતલ કરેલા પશુઓના અંગો રોડ ઉપર અને જાહેર રસ્તા ઉપર છૂટાછવાયા ફેંકીને ગંદકી પણ કરવામાં આવે છે અને જાહેર રસ્તા ઉપર પડી રહેતા અંગોને લઈને પશુ પ્રેમી રહીશોની લાગણી દુભાતી હોય છે અને વધુમાં આ પ્રતિબંઘીત પશુઓની કતલ બાદ કાપેલા અંગો જાહેર માર્ગો અને તળાવોમાં ફેંકી દેતા હોય છે જેથી તળાવમાં રહેલું પાણી ગંદુ થઈ જાય છે આમ ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતાઓ રહેલી છે જેથી વેજલપુરમાં આપેલા તમામ લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ સાથે વેજલપુર ગ્રામ પંચાયતને અરજદારે સ્થાનિક રહીશોની નામ સાથેની સહીઓ સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહીને ગ્રામ પંચાયતના તલાટીને અરજી આપવામાં આવેલ છે હવે જોવું રહ્યું કે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા અરજદાર ની અરજીના અનુસંધાનમાં ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.






