
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતા ને સ્વસ્થ રાખવા માટે અનેક કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે. જે અંતર્ગત ડાંગ જિલ્લા ખાતે ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ મેદસ્વીતા જાગૃતિ, યોગ શિક્ષક બનવા માટેની ટ્રેનિંગ અંગે યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ વઘઇ તાલુકા સેવાસદન ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા યોગ કો ઓર્ડીનેટર સહિત યોગ કોચ તેમજ વઘઈ તાલુકાના આંગણવાડી કાર્યકર્તા બહેનો, યોગ બોર્ડના યોગ કોચ, યોગ ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સંપૂર્ણ વર્ષ દરમિયાન યોગ વર્ગ વ્યવસ્થિત ચલાવી રેગ્યુલર માનદ વેતન પ્રાપ્ત કરનાર ૧) ભોયે મનીષા બેન, ૨) દેશમુખ કમલેશ ભાઈ, ૩) ગાયકવાડ મુકેશ ભાઈ, ૪) કહાડોળિયા રમેશ ભાઈ, અને ૫) ભોયે સરિતા બેનને ગોલ્ડ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ યોગ સ્પર્ધામાં સિદ્ધિ મેળવનાર શ્રી ગાઉન્ડા સુરેશ ભાઈને પણ ગોલ્ડ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ન્યુ વિઝન શાળામાં યોગ વર્ગ ચલાવનાર શિક્ષિકા માલતી બેનને સિલ્વર મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમના અંતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શ્રી દ્વારા લાઇવ સંદેશો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






