
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માણાવદર ખાતે માવજી ઝીણા સોસાયટી કોમ્યુનિટી હોલ ખાતે યોગ સંવાદ, સાથે જ મેદસ્વિતા મુકિત ના ધ્યેય સાથે યોગ શિબિર યોજાઈ હતી.આ શિબિરમાં ઝોન કો-ઓર્ડીનેટર ચેતનાબેન ગજેરા, જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતિ કાછડીયા,યોગ ટ્રેનર શ્રી શૈલીના કાછડીયા, તેમજ માણાવદર ના યોગ કોય જયેશભાઈ તેમજ યોગ ટ્રેનરો એ માણાવદરના યોગ સાધકો યોગસાધકો સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં મેદસ્વિતા ના કારણો, મેદસ્વિતામાંથી મુક્ત થવા કેવી જીવનશૈલી અપનાવવી જોઈએ, યોગ આસન પ્રાણાયામ નું મહત્વ અંગે સંવાદ યોજાયો હતો.ઉલ્લેખનીય છે કે, માણાવદર ખાતે યોગ ટ્રેનર શ્રી સંગીતા બેન નો યોગ ક્લાસ નિયમિત કૉમ્યુનિટી હોલ માં બપોરે ૪-૩૦ થી ૬ સુધી યોજાઈ રહયો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





