BANASKANTHAGUJARATPALANPUR

માલણ ગામના ભૂદેવ પરિવારના યુવાનએ વિદેશમાં પોતાના સૂરોના તાલે ગીતો ગાઈને લોકોને મગ્નમુર્ધ કર્યા

8 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સિંગર જગતમાં યુવા ચહેરો નૈન રાવલના હિન્દી મૂવીના ગીતો ગાઈને સ્વરોના સૂરો પર પેરીસ વાસીઓ જુમી ઉઠ્યા. મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા ” અવાજની દુનિયામાં પ્રસિદ્ધ સિંગર સોનુ નિગમ સાથે અગાઉ મુલાકાત દરમિયાન નૈન રાવલ એ ” પાપા પગલી ” ગીત ગાઈને સંગીતના તાલમેલ મિલાવ્યા હતા.બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર શહેર નજીક માલણ ગામના વતની બ્રાહ્મણ રાવલ પરિવારના કમલેશભાઈ રાવલ જેઓ ઘણા વર્ષોથી પોતાના વ્યવસાય અર્થે સહ પરિવાર સાથે સુરત મુકામે વસવાટ કરી રહ્યા છે. તેઓના પુત્ર નૈન રાવલ જે નાનપણથી જ સિંગરનો શોખ હોવાથી સંગીતમાં રુચિ ધરાવતા આવ્યા છે. અવાર-નવાર તેઓ સુરત ખાતે નવરાત્રી દરમિયાન ગરબાના તાલે મોટા સ્ટેજ પર પોતાના સૂરોના તાલે સુર આપીને સુરત વાસીઓને ગરબાની રમઝટમાં પરફોર્મન્સ આપ્યા છે. પોતાના અભ્યાસ સાથે સાથે હિન્દી મુવી ના ગીતો, ગરબા, તેમજ અનેક આલ્બમોમાં પોતાના અવાજનો જાદુ ચલાવી ચૂક્યા છે. તેઓના આ સંગીત શોખ ધીરે-ધીરે લોકોમાં પ્રચલિત જવા પામ્યો છે. અને તેમનો અવાજ લોકો વધુ પસંદ કરી રહ્યા છે. સિંગર નૈન રાવલ પોતાના વધુ અભ્યાસ અર્થે વિદેશમાં પેરિસ ખાતે સેટલ થયા છે. તે દરમિયાન તેઓ પોતાના અભ્યાસ સાથે સાથે મળી રહેતા એક્સ્ટ્રા સમયમાં પેરિસમાં રહેતા ભારતીય તેમજ ગુજરાતીઓ ના કાર્યક્રમોમાં જઈને પોતાનું પ્રફોમન્સ સ્ટેજ પર કરી ચૂક્યા છે. ભારત દેશનું રાષ્ટ્રીય ગીત તેમજ અનેક સુપરહિટ ભારતીય હિન્દી મુવી ના ગીતો ગાઈને ત્યાંના લોકોને મગ્ન કરી દીધા હતા. પોતાના અવાજનો જાદુ ચલાવતા લોકો વધુ પસંદ કરતા પેરીસવાસીઓ પણ જુમી ઉઠ્યા હતા.જ્યારે તેમના પિતા કમલેશભાઈ રાવલ પોતાનો પુત્ર સિંગર નૈન રાવલ વિદેશની ધરતી પર પોતાના પરફોર્મન્સનો વધુ પ્રગતિ કરે તેમજ આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!