GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- સાવલીના ચાંપાનેર રેલ્વે સ્ટેશન નજીક રેલવે ટ્રેક ઓળંગી રહેલો બિહારનો યુવક ટ્રેનની અડફેટે આવી જતા નિપજ્યુ મોત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૧૧.૨૦૨૪

હાલોલ સાવલી રોડ ઉપર આવેલા ચાંપાનેર રેલ્વે સ્ટેશન નજીક અંબાલા ગામ પાસે રેલવે ટ્રેક ઓળંગી રહેલો બિહારનો યુવક ટ્રેનની અડફેટે આવી જતા ઇજાગ્રસ્ત થયો હતો,જેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેનું કરુણ મોત નીપજ્યું છે.રેલવે ટ્રેક ઉપર અકસ્માત સર્જાતા લોકટોળા ઉમટ્યા હતા, યુવક સાથે તેનો પિતરાઈ ભાઈ પણ હતો જે ઘરે જવાનું હોવાથી તેને લઈ ચાંપાનેર એટીએમ માં નાના ઉપાડવા માટે ગયો હતો,બંને રેલવે ટ્રેક ના માર્ગે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે મૃતક યુવકનો પિતરાઈ ભાઈ રેલવે ટ્રેક નીચે ઉતરી ઘર તરફ વળ્યો હતો અને તે કામ છે,તેમ કહી આગળ નીકળ્યો હતો અને ટ્રેઈન ની અડફેટે આવી ગયો હોવાની જાણકારી મૃતક યુવક ના પિતરાઈ ભાઈ પાસેથી જાણવા મળી છે.મૂળ બિહાર ના સાહરન (છપરા) જિલ્લાના મઢાવરા ગામના યુવક સુમનકુમાર સુભાસકુમાર મહાતો છેલ્લા દોઢેક મહિનાથી ગુજરાત આવ્યો હતો અને સાવલી તાલુકાની એક ખાનગી કંપની માં કામ કરતો હતો,અંબાલા પાસે તે તેના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો.અને પોતાની અલાગ રહેવાની વ્યવસ્થામાં હતો.ગઈ કાલે રાત્રે તે કંપની માં નાઈટ શિફ્ટ માં ગયો હતો અને સવારે સાત વાગ્યે છૂટીને રેલવે ટ્રેક પર થી રાતે ઘરે જઈ રહ્યો હતો ત્યારે તે ટ્રેન ની અડફેટે આવી જતા ઇજગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યો હતો, મૃતક યુવક ને પગ માં ફ્રેકચર હતું અને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચેલી હતી.જ્યારે અકસ્માત સમયે મૃતક યુવક પાસે થી છુટા પડેલા તેના પિતરાઈ ભાઈ કપિલકુમાર મોહાતો નજીક માં જ હોવાથી તે સુમન ને લઈ હાલોલ રેફરલ હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલોલ રેફરલ હોસ્પિટલમાંથી પોલીસને વર્દી આપી દેવામાં આવતા યુવકના મૃતદેહને પીએમ માટે પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે.તો બીજી તરફ યુવક ના મોત અંગે સાવલી પોલીસ મથકે જાણવાજોગ આપવાની થતા તેનો પિતરાઈ ભાઈ અને અન્ય મિત્ર સાવલી પોલીસ મથકે જવા નીકળ્યા છે. મૃતક યુવક ને ચાર ભાઈ અને એક બહેન હોવાની જાણકારી મળી છે, અને તે પૈકી અન્ય એક ભાઈ દિલ્હી છે અને પરિવાર માં તે એક માત્ર ગુજરાત માં સેટ થવા માટે આવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!